________________
૧૫૪ ]
| [ સાર–પ્રવચન : ૭૮ આવું આત્મચિંતન કરે છે, તેમજ જેને આત્મઅનુભવ હજી ન થયો હોય તેને પણ અનુભવ તરફ જવા માટે આવું અંતર્મુખી આત્મચિંતન હોય છે, તેમાં વિકલ્પની મુખ્યતા નથી, પરભાવોથી ભિન્ન સ્વભાવના ઘોલનની, તે તરફના જ્ઞાનની મુખ્યતા છે.–આ વાત મુમુક્ષુઓ બરાબર સમજવા જેવી છે. આવા લક્ષે જ, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી પણ આગળ જઈને એક જ્ઞાયકભાવમાત્ર શુદ્ધ આત્મારૂપે પોતાનો અનુભવ થાય છે.–એ જ સમ્યગ્દર્શન છે, એ જ સમ્યજ્ઞાન છે, એ જ સમ્યફચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનું સેવન તે અભેદપણે શુદ્ધ આત્માનું જ સેવન છે. કેમકે નિશ્ચયથી એ ત્રણેય આત્મારૂપ છે, પરરૂપ નથી. શુદ્ધ આત્માની અનુભૂતિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું, તેમજ સર્વે ગુણેનું સેવન આવી ગયું, ને તેમાં રાગ-દ્વેષ-મેહ ત્રણેય દેવને અભાવ થઈ ગયે-આવા આત્માનું ચિંતન કરીને તેમાં કરનાર જીવ શીધ્ર સિદ્ધપદ પામે છે. હે ભાઈ! તને મોક્ષસુખની ચાહના હોય તે આ બે ચર્મચક્ષુને બંધ કરીને, ત્રીજું અતીન્દ્રિય જ્ઞાનનેત્ર ખેલીને તેનાથી આત્માને દેખ... તને આત્માનું એવું અદ્ભુત-વિરાટ ને સુંદર રૂપ દેખાશે કે તારો ઉપયોગ એમાં જ મુગ્ધ થઈ જશે.
(શ્રોતા :) આવા જ્ઞાનનેત્ર કયારે ખુલે?—એ તે ગુરુ અંજન કરે ત્યારે ખુલે?
(ઉત્તર) “વઃ મિસ્ત્રી તે શેર...તદ શ્રીજી નમ: અર્થાત “અમે અજ્ઞાનથી અંધ હતા, શ્રીગુરુએ જ્ઞાનની અંજનશ્તાકા વડે અમારા ચક્ષુ ઊઘાડીને અમને દેખતા કર્યા. તે શ્રીગુરુને હું નમસ્કાર કરું છું –આમ સ્તુતિમાં વિનયથી કહેવાય છે.–પોતે અંતર્દષ્ટિ ખેલીને આત્માને દેખે ત્યારે ગુરુને આ પ્રમાણે ઉપકારરૂપ નિમિત્ત કહેવાય. ‘કર વિચાર તે પામ–તું પોતે અંતરમાં વિચાર કર તે તારા શદ્ધ-બુદ્ધ આત્માને પામ! પરમાર્થે આત્મા જ પિતે પિતાના જ્ઞાન વડે પિતાને પ્રતિબદ્ધ કરે છે, પિત હિતને ચાહે છે ને પોતે જ હિતમાર્ગમાં પ્રવર્તે છે, તેથી પોતે જ પિતાને ગુરુ ને શિષ્ય છે. “ગુરુએ અમારી આંખ ઊઘાડી, ગુરુના પ્રસાદથી અમને આત્મવૈભવ પ્રગટ્યો, ગુરુએ અમને તાર્યા, ગુરુચરણના પ્રતાપથી અમે પ્રતિબુદ્ધ થયા, ગુરુએ અમને આત્મા આપે....”—એ બધી ઉપકારની ભાષા, પિોતે જ્યારે અંતર્મુખ થઈને આત્માને સાથે ત્યારપછી ભક્તિવશ કહેવાય છે –તેમાં ગુરુપ્રત્યે બહુમાન, તેમજ પિતાને ધર્મપ્રાપ્તિને આહ્લાદ ભાવ છે. શ્રી નેમિચન્દ્રસિદ્ધાન્તચક્રવત, જેમણે શ્રવણબેલગેલામાં બાહુબલી ભગવાનની સામેના ચંદ્રગિરિ પહાડ ઉપર “શ્રી નેમિનાથ વસદિ” (જિનાલય)માં “ગોમ્મસાર નામના મહાન સિદ્ધાન્તગ્રંથની રચના કરી, તેઓ તે શામ પિતાના ગુરુને નમસ્કાર કરતાં કહે છે કે –
વીરેન્દ્રનન્દી આચાર્યને શિષ્ય એ હું, શાસ્ત્રની શિક્ષા દેનારા એવા શ્રતગુરુ શ્રી અભયનંદી–ગુરુને નમસ્કાર કરું છું-કે જેમના ચરણપ્રસાદથી હું અનંત સંસારસમુદ્રને તરી ગય.—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org