________________
આત્મસંબોધન ]
[ ૧૫૫ जस्स य पायपसायेण णंत संसारजलहिमुत्तिणो ।
वीरिंदणंदिवच्छो णमामि तं अभयणंदिगुरु ॥४३६॥ પિતે રત્નત્રય પ્રગટ કરીને સંસાર સમુદ્રનો પાર પામ્યા છે–તે પિતાના ભાવની નિઃશંકતાપૂર્વક, ઉલ્લાસથી ગુરુ પ્રત્યે વિનય પ્રગટ કરે છે–“અહો સ્વામી ! હું આપના ચરણના પ્રસાદથી આ સંસારસાગરથી ઉત્તીર્ણ થયે.” પોતે ઉત્તીર્ણ થયે ત્યારે એમ કહ્યું ને!—કે ઉત્તીર્ણ થયા વગર?–“સમજ્યા વણ ઉપકાર છે?” પિતે સમજ્યો ને પોતે તર્યો-ત્યારે શ્રીગુરુને ઉપકાર માન્યો. જે જીવ રાગથી દૂર થયો ને રત્નત્રયમાં વચ્ચે, તેને વીતરાગી સંતોએ મેક્ષમાર્ગમાં સ્વીકાર્યો.
શ્રી ગુરુએ કેવા આત્માનું ચિંતન કરવાનું કહ્યું છે કે જેના ચિન્તનથી આત્મા ભવસમુદ્રને તરીને મોક્ષપુરીમાં પહોંચી જાય ! તેની આ વાત છે. તેમાં બે ગુણ દ્વારા તથા ત્રણ-ગુણ દ્વારા શુદ્ધ આત્માનું ચિંતન કરવાનું બતાવ્યું; હવે ચાર ગુણ દ્વારા આત્મચિંતન કરવાનું બતાવે છે.
ચાર કષાય રહિત, અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્માનું ચિન્તન
चउ कसाय-सण्णा रहिउ चउ गुण सहियउ वुत्तु । सो अप्पा मुणि जीव तुहुं जिम परु होहि पवित्तु ॥ ७९ ॥ કષાય–સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ તે, થઈશ તું પરમ પવિત્ર (૭૯) જુઓ, આ વિવિધ પ્રકારે પોતાના આત્મસ્વભાવનું ચિન્તન! આમાં પુરુષાર્થની ગતિ સ્વતરફ જાય છે. હે જીવ! તું આવા શુદ્ધ આત્માને તારામાં જાણમાન, જેથી તું પિતે પરમ–પવિત્ર પરમાત્મા થઈશ.-કે શુદ્ધાત્મા?-કે જેનામાં ક્રોધ-માન-માયાલેભરૂપ ચાર કષાયે નથી; તેમજ આહાર સંજ્ઞા-ભયસંજ્ઞા–મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞા –એવી ચાર પાપસંજ્ઞાઓ નથી; અને કેવળજ્ઞાન-દર્શન-સુખ–વીર્ય એવા અનંત ચતુષ્ટયથી જે સહિત છે; અથવા પોતાના શુદ્ધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચતુષ્ટયથી સહિત છે.આમ ચાર દોષોથી રહિત, અને પોતાના ચાર સ્વભાવોથી સહિત આત્માનું ચિન્તન કરવાથી આત્મા પોતે અનંત ચતુષ્ટયરૂપ પરમાત્મા થઈ જાય છે.
શ્રી કુંદકુંદપ્રભુ પણ કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org