________________
૧૫ર ]
[ ગસાર-પ્રવચન : ૭૮ જિનદેવના ભાગ સિવાય બીજે કયાંય નથી. અભેદ વસ્તુના લક્ષપૂર્વકનો આ ભેદવ્યવહાર જિનમાર્ગમાં જ છે.
ધર્મી જીવને સ્વાનુભૂતિમાં જે સાયકભાવ છે તે તે એક જ પ્રકાર છે – હું એક જ્ઞાયકભાવ છું” એ અનુભવ હોય છે, તે “એક” માં ગુણ–પર્યાય એવા બે, કે દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ત્રણ-ઈત્યાદિ ભેદ હતાં નથી–પણ પછી “ભેદ પડે ત્યારે ” કેવા ગુણ–વિચાર હેય–તેની આ વાત છે તેથી એક ની વાત ન લેતાં બે થી શરૂ કર્યું છે.
જ્ઞાની વિચારે છે કે ગુણ ને પયય એવા બે સ્વરૂપ હું છું, અથવા દર્શન ને જ્ઞાન એવા બે સ્વરૂપ હું છું,–તેમાં પોતાના આત્માનું જ લક્ષ છે–સ્વસમ્મુખ ઝૂકાવ છે, પરલક્ષ નથી; તેમ જ બે ગુણસ્વરૂપ આત્માના ચિતનમાં રાગ અને દ્વેષ એવા બે દોષને અભાવ ચિતવે છે. આ રીતે બે ગુણ સહિત ને બે દોષરહિત એવા લક્ષણસ્વરૂપે પિતાના આત્માને ચિંતવીને તેમાં જે વસે છે–એટલે કે નિર્વિકલ્પ થઈને લીન થાય છે–તે જીવ શીવ્ર નિર્વાણને પામે છે–એમ જિનશાસનમાં ભગવાન જિનદેવે કહ્યું છે
જુઓ, આમાં આત્મામાં અંદર ને અંદર જ્ઞાનની રમત છે, અંદર જે ગુણે છેતેને જ આ વિચાર છે. બે સહિત ને બે રહિત–એમ જ્ઞાન-દર્શનસ્વભાવની અસ્તિમાં રાગ-દ્વેષરૂપ સમસ્ત પરભાવની નાસ્તિ કહીને, સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન કરાવ્યું... ગુણલક્ષણ વડે દોષથી આત્માને છૂટો પાડી દીધું.... ને પછી તે એક જ્ઞાયક આત્માને સાક્ષાત્ અનુભવમાં લેતાં ભેદરૂપ વ્યવહારના વિકલ્પ પણ રહેતા નથી.-આવા પરમાર્થ અનુભવ વડે મેક્ષ પમાય છે;–સમ્યગ્દર્શનની ઉત્પત્તિ પણ આવા જ અનુભવ વડે થાય છે.
જુઓ, કેવા વિવિધ પ્રકારે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે! જે પ્રકારે પિતાનું ચૈતન્યસ્વરૂપ અંદર પકડાય તે પ્રકારે વારંવાર ઘેલી કરીને અનુભવ કરવા જેવું છે. બે ગુણ–પ્રધાન શુદ્ધાત્માના ચિન્તનવડે બે પ્રકારના સર્વ દેષ ટાળીને આત્મા પરમાત્મા થાય છે એ વાત કરી; હવે “ત્રણગુણસહિત” આત્માના ચિન્તનની વાત કરે છે.
ત્રણગુણસહિત, ત્રણદોષરહિત આત્માનું ચિન્તન
तिहि-रहियउ तिहि-गुणसहिउ जो अप्पाणि वसेइ । सो सासय-सुह-भायणु वि जिणवर एम भणेइ ।। ७८ ।। ત્રણરહિત, ત્રણ ગુણસહિત, નિજમાં કરે નિવાસ; શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. (૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org