________________
૧૫૦ ]
( વેગસાર–પ્રવચન : ૭૪-૭૫ આનંદમય મીઠી કેરી પાકે, પણ તેમાં રાગ-દ્વેષ-કષાય ન પાકે. એકવાર તારી ચૈતન્ય જાતને ઓળખ, પ્રભુ! પરમાત્માની ને તારી જાતમાં કોઈ ફેર નથી. અંદરથી સિંહનાદ જેવા શ્રદ્ધાના પડકાર તે કર કે “ હું ભગવાન છું. શ્રદ્ધાને એ સિંહનાદ સાંભળતાં વેંત મિથ્યાત્વ અને રાગદ્વેષ તથા કર્મો ભાગવા માંડશે..તારામાં અને જિનવરમાં પર્યાયને ભેદ પણ મટી જશે... તું પિતે જ જિનવર થઈશ. પણ જે નકાર કરીશ તો...? તેની અહીં વાત જ નથી. અહીં તે હા જ પાડવાની વાત છે... હા પાડ...ને સિદ્ધ થવા માટે હાલ્યો આવ! પર્યાયમાં દોષ છે–તેને અમે જાણીએ છીએ પણ તેને અમે મુખ્ય કરીને નથી જોતા, અમે તે “ભગવાન”પણાને જ મુખ્ય દેખીએ છીએ. બધા આત્મા ભગવાન છે....એ જાગશે ને પિતાનું ભગવાન પણું સંભાળશે....એટલે એ પોતે જ ભગવાન થઈ જશે. કાંઈ બીજે કયાંયથી એનું ભગવાનપણું નહીં આવે.
બધા જ ભગવાન છે”—એવી મુખ્યદષ્ટિથી જોનારને બધા જીવો પ્રત્યે સમભાવ થઈ જાય છે, ક્યાંય રાગ-દ્વેષને અભિપ્રાય રહેતો નથી. પિતે અંતરમાં પણ પિતાના આત્માને ભગવાન–સ્વરૂપે દેખતાં સમ્યગ્દર્શન સમભાવ અને અતીન્દ્રિય સુખનું વેદન થાય છે, પછી તેમાં એકાગ્ર થતાં પરજનું લક્ષ પણ નથી રહેતું, રાગદ્વેષ પણ નથી રહેતા, ને વીતરાગી સુખના વેદનપૂર્વક કેવળજ્ઞાન પ્રગટાવી જીવ પોતે સર્વજ્ઞ–ભગવાન થાય છે. બસ, આ રીતે પરમાત્મસ્વરૂપે પિતાની અસ્તિનો સ્વીકાર તે જ મોક્ષનો મંત્ર છે.
હે જીવ! તારે પરમાત્મા થવું હોય તે આત્માને પરમાત્મસ્વરૂપે ભાવ! નિઃશંકપણે સ્વીકાર કરીને તેની ભાવના કર એમ કરવાથી અલ્પકાળમાં તું પરમાત્મા થઈને મોક્ષને પામીશ... - આ જ સંતેએ આપેલ મેક્ષનો મંત્ર છે.
[ ૭૪-૭૫]
[ મ ક્ષ ને મેં ત્ર | “જી વ તે જિ ન; જિ ન તે છ વ ” આ દશ અક્ષરની સમજમાં મોક્ષનો મંત્ર સમાયેલું છે.
સ્વસમ્મુખ થઈને જે આ મંત્રને સાથે તેને સમ્યગ્દર્શન અને મોક્ષની સિદ્ધિ થાય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org