________________
૧૪૮ ]
સાર-પ્રવચન : ૭૪-૭૫
જિનદેવ જેવા ચેતન્યદેવ આ દેહમાં જ બેઠા છે..
એનાં દર્શન એ જ મોક્ષને મંત્ર
जं वडमज्झहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । तं देहहं देउ वि मुणहि जो तइलोय-पहाणु ॥७४॥ जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु । मोक्खहं कारण जोइया अण्णु ण मंतु ण तंतु ॥७५।। જેમ બીજમાં વડા પ્રગટ, વડમાં બીજ જણાય; તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોક–પ્રધાન. (૭) જે જિન તે હું–તે જ હું” કર અનુભવ નિર્ધાર;
હે યોગી ! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. (૭૫) જુઓ, આ મોક્ષને મંત્ર! “જિન-પરમાત્મા જે જ શુદ્ધાત્મા હું છું, -બંનેમાં નિશ્ચયથી કાંઈ ફેર નથી” –એમ જાણવું તે સર્વ–સિદ્ધાન્તને સાર છે, એમ પહેલાં ૨૦-૨૧-૨૨ દેહામાં કહી ગયા છે; એ જ વાત અહીં વડના દષ્ટાંતપૂર્વક ફરીને સમજાવે છે; જેમ વડમાં બીજ છે, ને એકેક બીજમાં મોટો વડ થવાની તાકાત ભરી છે, તેમ જેમાંથી પરમાત્મપણારૂપ મોટો વડલે પ્રગટે એવું ચૈતન્યબીજ આ દેહમાં જ રહેલું છે, દેહમાં રહેલા ચૈતન્યદેવ ત્રણલેકમાં પ્રધાન છે...હે જીવ! આવા દેવને તારા અંતરમાં તું દેખને શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રવડે તેનું સીંચન કર, તે ચૈતન્યબીજમાંથી તું પોતે મોક્ષરૂપ મોટો વડલે બની જઈશ. જેમ નાના ઇંડાંમાંથી પચરંગી મોટો મોરલે નીકળે છે તેમ તારામાંથી જ પરમાત્માપણું પ્રગટ થશે.
જે જિન તે જ હું એમ “જિન” અને “નિજ'માં કાંઈ ફેર ન પાડતાં પિતાના આત્માને જિન જે શુદ્ધ અનુભવમાં લેહે ગી! આ જ મોક્ષ માટે મંત્ર છે, આ સિવાય બીજા કોઈ મંત્ર-તંત્ર વડે મોક્ષ માટે નથી.
અંતરમાં બિરાજમાન ચૈતન્યદેવના દર્શન કર-એ જ મિથ્યાત્વના ભૂતથી છૂટવાનો મંત્ર છે. અંદર બેઠેલા “દેવ” ને ભૂલીને બહારમાં અન્ય દેવના દર્શન-પૂજનથી તને શભરાગ થશે-પુણ્ય થશે, પણ એનાથી તારે ભવરોગ નહીં મટે. પોતાના અંતરમાં રહેલી પરમાત્મ-શક્તિનું ધ્યાન તે જ પરમાત્મા થવાને મંત્ર છે. આહાહા! ત્રણલેકમાં શ્રેષ્ઠ એવું પરમાત્મપણું મારામાં ભરેલું છે–એ સ્વીકાર કરે,-એ તે કાંઈ નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org