________________
)
-
S
{ {
૧૪૬ ]
[ યોગસાર-પ્રવચન ઃ ૭૧-૭૨ ' અરે, નાગ કે વાઘ, સિંહ કે હાથી, દેડકા કે વાંદરા જેવા તિર્યંચ પ્રાણીઓમાં
પણ જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ, બાહ્ય વિષે વગરના આત્મિક સુખને અનુભવે છે.–કેવું સુખ
કે ડું....પણ સિદ્ધપ્રભુ જેવું ! સમ્યગ્દષ્ટિ-દેવો ( 5 OP 9
દેવલેકના દિવ્યવિષયમાં પણ જરાય સુખ નથી માનતા; તેમજ સમ્યગ્દષ્ટિ-નારી નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે પણ પિતાના ચૈતન્યસુખને ચૂકતા નથી. પિતાના શુદ્ધોપગના આનંદ પાસે ધમને બીજા કેઈ વિષમાં સુખ લાગતું નથી, ચેન પડતું નથી. અરે, સાતમી નરકમાંય
સમ્યગ્દર્શન પામીને તે સમ્યગ્દષ્ટિ જીવ અસંખ્યાત વર્ષો સુધી ચૈતન્યના મહાન સુખને ચાખે છે,-એમાં બાહ્યવિષયોની શું જરૂર છે? અને દેવલોકમાં અસંખ્ય વર્ષો સુધી બાઇવિષયની બધી અનુકૂળતા હોવા છતાં ત્યાંના મિથ્યાષ્ટિ દે જરાય ચૈતન્યસુખને અનુભવતા નથી;-બાહ્યવિષયે શું કરે? “સુખ” તે આત્માને સ્વભાવ છે, વિષયે તેમાં અકિંચિત્કર છે.--પછી ભલે તે પુણયના હો કે પાપના હે.
આ રીતે હે જીવ! તું પુણ્ય-પાપ બંનેથી પાર, અતીન્દ્રિય સુખસ્વભાવી પિતાના આત્માને જાણને પરભાવ છોડીને તેને ધ્યાવ. પુણ્યનો પણ મેહ છેડ!
* પુણ્યભાવ તે રાગ છે કે વીતરાગતા?..રાગ જ છે. ન મોક્ષનું સાધન રાગ હોય કે વીતરાગતા?....વીતરાગતા. * મેક્ષની ચાહનાવાળાએ રાગ રાખવા જેવું કે છોડવા જેવો?
—સવે રાગ છોડવા જે, ને વીતરાગતા જ કરવા જેવી. # તે વીતરાગતા શુદ્ધ આત્માના જ આશ્રયે થાય કે પરના?
– શુદ્ધ આત્માના જ આશ્રયે વીતરાગતા થાય. –બસ, આ રીતે શુદ્ધ આત્માને આશ્રય એ જ મોક્ષાર્થી જીવનું કર્તવ્ય છે.
જેને ચૈતન્યસુખના સ્વાદની ખબર નથી ને શુભરાગને ધર્મ માને છે, તેને પુણ્યને રસ છે, એટલે પુણ્યના ફળરૂપ વિષયમાં સુખ માનીને તે તેને મદ કરે છે, અને વિષયોમાં લુબ્ધ થઈ પાપ બાંધી નરકમાં પડે છે. “ –અરેરે ! આવા મિથ્યા-પુણ્ય અમને ન હો”—એમ આ શાસ્ત્રકર્તા રેગીન્દ્રદેવે જ પરમાત્મપ્રકાશમાં કહ્યું છે. જ્ઞાનીનેય પુણ્યનો વેગ હોય, પણ તેને તેમાં રસ નથી, તેને તો પિતાને ચૈતન્યસુખમાં જ પરમ તૃપ્તિ છે; એટલે પુણ્યના ફળમાં તે લુબ્ધ થતા નથી, તે તે પુણ્યફળનેય મેહ છોડીને વીતરાગભાવથી પિતાના પરમાત્મપદને સાધી ભે છે.
(૭૧-૨)
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org