________________
૧૪૪ ]
[ ગસાર-પ્રવચન : ૭૧-૭૨ ધર્માત્મા પિતાના વીતરાગ મોક્ષમાર્ગની શ્રદ્ધાથી ડગે નહિ, રાગથી મોક્ષ થવાનું સ્વપ્નય માને નહિ, અરે, અમે અવિનાશી જ્ઞાયક્તત્વ...! કેણ છે અમને મારનારી ને કેણ છે અમને ડગાવનાર!!
- જ્ઞાનીને તે આમિક આનંદ જ વહાલે છે, એને પુણ્ય કે પુણ્યનાં ફળ વહાલાં નથી. અરે, પુણ્યના ફળને ભેગવવા જાય તો પણ જીવને રાગ અને સંસાર થાય છે, સર્વથા પુણ્ય–પાપના ત્યાગથી મોક્ષ થાય છે, અને ત્યારપહેલાં આત્મસ્વભાવને તેનાથી સર્વથા જુદો જાણવાથી જ આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ થાય છે. પુણ્યને જે રાખવા જેવું માને છે તે જ્ઞાન નથી, જ્ઞાની તે પુણ્યને પણ હેય સમજે છે.
રાગમાં પુણ્ય અને પાપ એવા બે ભેદ ભલે પડે, તેને વિવેક ભલે કરે, પણ તે બંને ભેદ બંધમાર્ગમાં સમાય છે, એકેય ભેદ મેક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતે. મિક્ષ ને મોક્ષમાર્ગ તે એ બંનેથી જુદી જાતને જ છે, એમ સમજે. પુણ્યમાં કે પાપમાં-બંનેમાં કષાયનો સ્વાદ છે, ચૈતન્યની શાંતિને સ્વાદ તે બેમાંથી કોઈમાં નથી.
આ જાણીને શું કરવું?-કે સર્વ રાગવગરના પિતાના ચિદાનંદતત્વને લક્ષમાં લઈને તેને જ ધ્યાવવું. પુણ્ય-પાપને મેક્ષમાં સહાયકારી ન જાણવા પણ વિદ્ધકારી eટારા સમજવા. અહા, વીતરાગ થવાની વીતરાગ–પરમાત્માની આ વાત કાયર જી ઝીલી શકતા નથી, પુણ્યથી ધર્મ નહિ-એ વાત સાંભળતાં તેનું કાળજુ કંપી ઊઠે છે; જ્ઞાનીઓ તે મોક્ષને અર્થે એક શુદ્ધોપગને જ માન્ય કરે છે, રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી.-શુભ-અશુભ બંનેથી વિરક્ત થઈને વીતરાગી શુદ્ધોપગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે.–
તેથી ન કરો રાગ જરીયે કયાંય પણ ક્ષેછએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. જે તારે સર્વજ્ઞ–પરમાત્મા અરિહંતદેવને માનવા હોય તો, અને તારે પોતે સર્વજ્ઞ થવું હોય તે, પુણ્ય-પાપ સર્વે રેગથી ભિન્ન આત્માને જાણ, ને રાગને મોક્ષકારણ ન માન.
આત્માને સર્વજ્ઞસ્વભાવી સ્વીકારો તે પછી રાગને કેઈ અંશ તેમાં રહી શકે નહિ, એટલે રાગ અને આત્મસ્વભાવનું ભેદજ્ઞાન થઈ જાય, કેમકે એક આત્મામાં રાગ અને સર્વજ્ઞતા બંને એકસાથે રહી શકે નહિ. જ્ઞાન સાથે રાગના કેઈ પણ અંશને ભેળવે તે સર્વજ્ઞપણું સાબિત થઈ શકે નહિ, એટલે શુદ્ધજીવ જ સાબિત ન થાય. જ્ઞાન અને રાગને સર્વથા જુદા પાડો તે જ સર્વસ્વભાવી શુદ્ધજીવ લક્ષમાં આવી શકે. જે સંપૂર્ણ –વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જ જે સર્વ રાગથી ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી શકે એવી ઓળખાણ કરનારા જ વિરલા જ છે શુદ્ધઆત્માની સ્વાનુભૂતિથી જેમ પાપભાવે બહાર છે, તેમ જ પુણ્યભાવ પણ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org