________________
આત્મબોધન |
[ ૧૩૭ ભવદુઃખથી છૂટવા ને સાચું-અતીન્દ્રિયસુખ પામવા તું શુદ્ધ આત્માના ચિંતનમાં રહેજે. પરિવારના મોહમાં કે ઈન્દ્રિયવિષયોમાં ફસાઈશ નહિ, એ તે બધું પાપબંધનું કારણ છે.-આમ ચિંતવીને તેનો મેહ તેડ!
અતીન્દ્રિય આત્મા દેહથી જુદો છે, લોકો તે બહારના શરીરને જુએ છે, તેઓ કાંઈ મને–અતીન્દ્રિય આત્માને નથી દેખતા કે નથી ઓળખતા. શરીર કયાં હું છું? હું તે શાશ્વત ચૈતન્યતત્ત્વ છું ને મારે તે હવે શીધ્ર આ ભવચકથી છૂટવું છે.–આવા આત્મચિતન વડે ધર્માજીવ ગૃહસ્થપણાના મોહને છોડી, મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી ભવદુઃખને છેદે છે.
[ ૬૭-૬૮ ] છે ? ભવના અભાવ માટે આત્માના એકત્વનું ચિંતન
इक्क उपज्जइ मरइ कु वि दुहु-सुहु भुजइ इकु । गरयहं जाइ वि इक जीउ तह णिव्वाणहं इकु ॥६६॥ एकुलउ जइ जाइसिहि तो परभाव चएहि । अप्पा झायहि णाणमउ लहु सिव-सुक्खु लहेहि ॥७०।। જન્મ-મરણ એક જ કરે, સુખ-દુઃખ વેદે એક; નર્કગમન પણ એકલ, મોક્ષ જાય જીવ એક. (૬૯) જે જીવ તું છે એકલો, તો તજ સી પરભાવ;
આતમા ધ્યાને જ્ઞાનમય, શીધ્ર મોક્ષસુખ થાય. (૭૦) સંસારમાં જીવ જન્મે છે એકલે, મરે છે પણ એકલે, દુઃખ-સુખને ભેગવે છે એકલે, નરકમાં જાય છે તે પણ એકલે, અને નિર્વાણમાં પણ તે એકલે જ જાય છે.
આ રીતે, સંસારમાં કે મોક્ષમાં હે જીવ! તું એકલો જ છે, બીજા સાથે તારે કાંઈ સંબંધ નથી; માટે પરભાવને છોડ ને જ્ઞાનમય આત્માનું એકનું ધ્યાન કર. જેથી તું શીધ્ર શિવસુખને પામીશ.
આ બધી વાતના બીજડાં કુંદકુંદપ્રભુના શાસ્ત્રોમાં ભય છે, જુઓ નિયમસારમાં કહે છે–
આ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org