________________
૧૩૬ ]
[ સાર-પ્રવચન : ૬૭-૬૮ ભવના છેદ માટે ભેદજ્ઞાનીનું ચિન્તન
इहु परियण ण हु महुतणउ इहु-सुहु दुक्खहं हेउ । इम चितंतहं कि करइ लहु संसारहं छेउ ॥ ६७ ।। इंद-फणिद-रिदय वि जीवहं सरणु ण होती। असरणु जाणिवि मुणि धवला अप्पा अप्प मुणंति ॥ ६८ ॥ આ પરિવાર ન મુજત, સુખ તે દુ:ખની ખાણ; જ્ઞાનીજન એમ ચિતવી, શીધ્ર કરે વહાણ. (૭) ઈન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણુ દાતાર;
અશરણ” જાણી, મુનિવરો નિજરૂપ વેદે આપ. (૬૮) જે વિરલ હતું એવા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને જ્ઞાની ચિંતવે છે કે અહ, મારે શુદ્ધ આત્મા....મને અનુભવમાં આવ્યું તે જ મારું તત્વ છે; આ પુત્રાદિ પરિવાર કે ધનવૈભવ મારાં નથી, તથા ઐહિક વિષયસુખે તે દુઃખનાં જ હેતુ છે, આવા અસાર સંસારને શીધ્ર છેદ હું કઈ રીતે કરું?–શુદ્ધાત્માના ચિન્તન વડે તેને છેદ કરું—એમ જ્ઞાની ભવથી ડરીને શુદ્ધાત્માના ચિન્તન વડે ભવદુઃખને નાશ કરે છે.
વળી, આ અશરણ સંસારમાં પિતાના આત્માના જ્ઞાન સિવાય જીવને બીજું કોઈ શરણ નથી; ઊર્વકના ઈન્દ્ર, મધ્યલેકના નરેન્દ્ર કે અલેકના નાગેન્દ્ર,-એમ ત્રણ જગતમાં કોઈ શરણ દેનાર કે દુઃખથી ઉગારનાર નથી, તે બધા ઈન્દ્રો તે પણ અશરણ છે ત્યાં બીજાને શું શરણ આપશે?-આયુ પૂર્ણ થતાં તે ઈન્દ્રો પણ બધે વૈભવ છોડીને દેવકથી ચૂત થઈ જાય છે. અને સર્વ-જિનેન્દ્ર તે પરમ વીતરાગ છે, તેઓ વ્યવહારથી શરણ છે, પણ તેઓ કઈને કાંઈ દેતા-લેતા નથી, તેઓ તે એમ કહે છે કે તારું પરમ-ઈષ્ટપદ તારા ચૈતન્યમાં છે તે જ તને ખરું શરણરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેનું શરણુ લે; એના સિવાય સંસારમાં કઈ બીજું શરણ નથી. -આમ પરમાં સર્વત્ર અશરણપણું માનીને ઊજજવળ ચિત્તવાળા સુનિધવલ ને ધર્માત્મા પિતાના આત્માને જ પોતાનો માને છે, તેને આશ્રય કરીને તેના અનુભવમાં લીન થાય છે કે સંસારથી છૂટીને મોક્ષને પામે છે.
હે જીવ! તું કુટુંબ-પરિવાર કે ધનવૈભવની મમતા કરીશ તે ધૂતાઈ જઈશ.... એમાંથી સુખ લેવા જઈશ તે દુઃખી થઈશ. ઈન્દ્રિયવિષયે મૃગજળ જેવા છેતરામણ, તે ખરેખર સુખ નથી પણ એકાન્ત દુઃખ જ છે, તેમાં સુખ માનીને છેતરાઈશ મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org