________________
૫૮ ]
[ ગસાર-પ્રવચન : ૧૯-૨૦ સ્થિર રહેતાં એક ક્ષણમાં તું પિતે પરમાનંદરૂપ પરમાત્મા થઈ જઈશ. અહા, એક ક્ષણમાં કેવળજ્ઞાન ને પરમાત્મપણું પ્રગટ કરે એવી અપાર તાકાત ચૈતન્યમાં છે, તે જાગે એટલી વાર છે !
અહા, આત્મા પોતે પરમાત્મા છે, પોતે જ પરિપૂર્ણ ભગવાન છે–આ પિતાને વિશ્વાસ આવે તે અપૂર્વ વાત છે. જેમ ભમરીને ચટકો લાગતાં ઈયળ પણ ભમરી બની જાય છે તેમ અહીં પરમાત્મસ્વભાવની શ્રદ્ધાને ચટકે લાગતાં તેના ધ્યાન વડે આત્મા પામર મટીને પરમાત્મા બની જાય છે.–આ જ પરમાત્માની ખરી ઉપાસના છે.
જુઓ, આ પરમાત્માની ઉપાસના ! પરમાત્મા પોતે વીતરાગ છે, તેમની ઉપાસના વીતરાગભાવવડે જ થઈ શકે. વીતરાગી શ્રદ્ધા વડે તેને પ્રારંભ થાય છે. “અહા, જેવા પરમાત્મા તેવો જ હું; અમારામાં કોઈ ફેર નથી'– કેટલી મોટી વાત! તેના સ્વીકારમાં સ્વસમ્મુખતાને અપૂર્વ વીતરાગી પુરુષાર્થ છે; તે જ પરમાત્માની નિશ્ચય ઉપાસના છે, ને તે જ મેક્ષનો પંથ છે. સમ્યગ્દર્શન પામવાની ને મોક્ષને સાધવાની આ જ રીત છે.
જુઓ, આ “પરમાત્મ-ભાવના” ઘૂંટાય છે,
મોક્ષને માટે શું કરવું?-કે પિતાના શુદ્ધ આત્મામાં ને જિનવરમાં કાંઈ ભેદ ન જાણ; જિનવર જે જ મારો આત્મા છે–એમ નિશ્ચયથી દેખીને તેની ભાવના કરવી. હે જીવ! તારા સ્વરૂપની તું કિંમત કર. કેટલી કિંમત?—કે જિનવર જેટલી, અપજ્ઞતા જેટલી નહિ, રાગ જેટલી નહિ, પણ સર્વજ્ઞ પરમાત્મા જેટલી તારા આત્માની કિંમત જાણ. તેની કિંમત થતાં તારું ચિત્ત વારંવાર તેમાં લલચાશે, ને તેના ધ્યાન વડે તું ક્ષણમાં પરમાત્મા થઈશ.
પરમાત્મામાં ને તારા આત્મામાં ભેદ ન કર; જે ભેદ કરીને આત્માને રાગવાળે માનીશ તે તું પરમાત્માથી જુદો જ રહીશ એટલે કે સંસારમાં જ રખડીશ. ને પરમાત્મા જે જ માનીને અંતર્મુખ થઈશ તે તું પોતે પરમાત્મા થઈને મોક્ષને પામીશ. સાધ્ય ને સાધન બંનેરૂપે આત્મા પોતે પરિણમે છે. બીજું કંઈ સાધન નથી. આવા આત્માને અનુભવે ત્યાં જ્ઞાનચેતનામાં રાગનું કર્તુત્વ રહેતું નથી, ને રાગ તેનું સાધન થતું નથી.
જેમ સર્વજ્ઞદેવ વિકલ્પના કે પરના કતાં નથી, તેમ મારે જ્ઞાનસ્વરૂપ આત્મા પણ વિકલ્પને કે પરને કર્તા નથી; સર્વાની ચેતના ને મારી ચેતના એક જ જાતની છે.
–આવું ચેતનસ્વરૂપ સમજીને-અનુભવમાં લઈને, ભવને ભાંગવાના ને મેક્ષને પામવાના આ ટાણું છે. સમ્યગ્દષ્ટિ ગૃહકામ વચ્ચે પણ પોતાના આવા સ્વભાવને એકક્ષણ પણ ભૂલતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org