________________
૧૦૨ ]
[ યોગસાર-પ્રવચનઃ ૪૯-૫૦ આયુ ઘટે, મન ના ઘટે, ઘટે ન ઈચ્છા–મોહ: આત્મહિત ફૂટે નહિ,એમ ભમે સંસાર. (૯) જેમ રમતું મન વિષયમાં તેમ જે આત્મ લીન;
શીઘ મળે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન (૫૦) જીવ જે આયુષ્ય બાંધીને આવ્યો છે તે તે પ્રત્યેક ક્ષણે ઘટતું જ જાય છે. એક ક્ષણ પણ એવી નથી કે આયુષ વધતું હોય; પણ જીવને મનની તૃષ્ણા ને વિષયની આશા વધતી જ જાય છે, તે ઘટતી નથી. અરેરે, મૂઢ જીવને મેહ છૂરે છે પણ પિતાના આત્મહિતની સ્કૂરણ તે કરતું નથી, તેને વિચાર કરતા નથી. અરે જીવ ! વિષયને ભિખારી થઈને ક્ષણેક્ષણે તું ભયંકર ભાવમરણમાં કેમ રાચી રહ્યો છે? (“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે !”)
યોગીજને કહે છે કે જો યોગી ! જેનું મન જેમ વિષયમાં રમે છે તેમ જ અંતર્મુખ થઈને પોતાના આત્મામાં રમે છે તે શીધ્ર નિર્વાણ પામે. જેનું ચિત્ત ચૈતન્યભંડારને જાણીને તેમાં રમે છે તે જીવ પરમાત્મા થાય છે.
જુઓ, કેવી સાદી-સીધી વાત છે ! બધી વાત પિતાના ઉપગ ઉપર છે. ઉપગને તેમ વાળ..કે આમ વાળ! બહારમાં ભમતા ઉપગને ગુલાંટ મારીને અંતર-ચૈતન્યમાં તું જોડી દે. તે તરત જ પરમસુખને પામીશ.
અરેરે જીવ! શું તને પાપને ભય પણ નથી લાગતું? શું પાપના રસ આડે એક પળ આત્માના હિતને વિચાર કરવાનીયે તને ફૂરસદ નથી! આવો મનુષ્ય-અવતાર ને આવો ઉત્તમ સુગ મહાભાગ્યે મળે છે, તેને પાપ-વિષયમાં ગુમાવી દે તે એના જેવી મૂખઈ બીજી કઈ? ભાઈ...ભવને ભાંગવાનો આ અવસર...મેક્ષને સાધવાનું આ ટાણું...તેને તું ચૂકી ન જઈશ. મેહના ઝેર પીને તને સુખ નહીં મળે...વિષયતૃષ્ણાની આગ તને દુઃખમાં બાળશે.....માટે એનાથી પાછા વળી જા...ને સમ્યગ્દર્શન વડે ચેતન્યના શાંતરસનું પાન કર.....એમાં જ તારું કલ્યાણ છે.
હે ભાઈ! જેને આત્મરામ વહાલા છે, તેને વિષયે વહાલા કેમ લાગે? ચૈતન્યપ્રભુ તે આનંદજળનું સરોવર છે; ને વિષયે તે ઝાંઝવા જેવા છે, –તેમાં શાંતિનું પાણી નથી પણ બળતરા છે. અરે, જેને શુભરાગને રસ છે તેને પણ વિષયને જ પ્રેમ છે, તેને વીતરાગી ચિતન્યસ્વભાવ પ્રત્યે પ્રેમ નથી. બાપુ, રાગથી તે તું બહુ દુઃખી થ.... હવે તે રાગને રસ છેડીને આત્માને પ્રેમી થા. જે “આત્મપ્રેમી” થયો, તે ધર્માજીવ આત્મામાં જ રમણ કરતે કરતે શીધ્ર એક્ષપુરીમાં પહોંચી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org