________________
૧૦૪ ] [ યેાગસાર–પ્રવચન : ૪૯-૫૦ લગની–પ્રીતિ–છોડતા નથી; શરીરાદિનું ગમે તે થાએ પણ ચૈતન્યને પ્રેમ તેમને છૂટતે નથી. –આવી આત્મલગનીવાળા જીવા અલ્પકાળમાં મેક્ષને પામે...એમાં શું આશ્ચર્ય !
—તેમ હે ભવ્ય! સમ્યગ્દર્શન પામવા માટે પણ અત્માની આવી લગની લાગવી જોઈ એ. ચિત્તમાંથી વિષયેાનો રસ ઊડી જાય ને દિન-રાત ચૈતન્યની જ પ્રીતિમાં ચિત્ત લાગ્યુ. રહે....તેના જ રસ ઘૂંટાયા કરે. ઉપયેગની આખી દિશા ફરી જાય. બહુારના માન-અપમાન જોવા તે ન રોકાય....ચૈતન્યની લગની આડે બીજું બધુંય તેને નીરસ.... નીરસ... લાગે. તે જીવ અલ્પકાળમાં જ પેાતાના ઉપયાગને આત્મામાં એકાગ્ર કરીને તેના અનુભવ અને સમ્યગ્દર્શન કરે છે જ. આત્માની સાચી લગની હાય ને આત્મા ન મળે –એમ કેમ બને? પેાતાની વસ્તુ છે એટલે મળે જ.
અહા, જયાં સ્વાનુભવ થયા ત્યાં, આનંદસરોવરના તે માછલાને તેમાંથી બહાર આવવું ગમતું નથી....ચૈતન્યરસમાં તે મસ્ત થઈ જાય છે; તે ધર્માત્મા એવા આત્મરસિક થઈ જાય છે કે ત્રણલાકની વિભૂતિ તેને તરણાં જેવી લાગે છે. હે જીવ! આવે! આત્માના રસ કર....તે મેક્ષ તારા હાથમાં જ છે.
જુએ તે ખરા....આત્મહિતને માટે આત્માને જગાડવા યેગીએએ કેવુ' મધુર સબેાધન કર્યું છે!
જેને જેના ર`ગ લાગે છે તે બીજું બધું ભૂલી જાય છે. એક માણુસ વિષય-તૃષ્ણામાં એવેા લીન....કે વેશ્યાના મકાનમાં ખારીએ લટકતા સપને, દોરડું' સમજી તેને ઝાલીને ઉપર પહોંચ્યા....તે’ય તે મૂરખાને કાંઈ ખબર ન પડી. બીજો એક વેપારી નામું લખવામાં એવા મશગુલ....કે ચાપડા નીચેથી મેટા એરુ ચાલ્યા ગયા....તેય એને ભાન ન રહ્યું. બીજો એક માણસ સંસારના વિચારમાં એવા લયલીન થઈ ગયેલા કે તેના દીકરાના લગ્નના વરઘાડે! ઘર પાસેથી વાજતે-ગાજતે નીકળ્યો તૈય તેને ખબર ન પડી....આ બધા માદ્યવિષયામાં ચિત્તની એકાગ્રતાના ઊંધા --ષ્ટાંત છે; તેમ આત્મામાં ચિત્તની એકાગ્રતા થતાં મુનિજને તેમાં એવા લીન થાય છે કે, બહારમાં સિંહ-વાઘ કે નાગ આવીને શરીરને ખાતા હાય, શરીરને રૂ।ઈ ખાળી નાંખતું હાય, –તેય તેમાં લક્ષ જતું નથી, બહાર શરીર સળગતું હોય ત્યાં તે। અંદર ચૈતન્યધ્યાનમાં લીન થઈ, કમેને સળગાવી, કેવળજ્ઞાન પ્રગટાવી ક્ષણમાં મેાક્ષમાં ચાલ્યા જાય છે. (શત્રુ જય સિદ્ધક્ષેત્ર ઉપર પાંડવ-મુનિ ભગવ તાની જેમ.) ચૈતન્યપ્રભુની તાકાત કોઈ અપાર છે! તે વિષયેના પ્રેમ છોડીને પોતે પેાતાને પ્રેમ ( એળખાણ શ્રદ્ધા) કરે તો તેને પરમાત્મા થતાં શી વાર !
‘હું આ ભવદુઃખથી કયારે છૂટું ને આત્માને કયારે પામું ! ’—એમ જેને અંતરમાં આત્મલગની લાગી હેાય તે જીવ, બીજી બધી પારકી પંચાત છેડીને, સસારને રસ છેાડીને, આત્માના જ અભ્યાસમાં ચિત્તને જોડે....વારવાર તેની જ ચર્ચા-વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org