________________
આત્મસંબોધન ]
[ ૧૦૩ અજ્ઞાની રાગમાં ને વિષયમાં સુખ માનીને તેમાં જ આખો આત્મા હોમી ઘે છે ને દુઃખી થાય છે અને જ્ઞાની અતીન્દ્રિય ચૈતન્યસુખના સ્વાદમાં લીન થઈને અપઈ જાય છે ને મેક્ષસુખને પામે છે.
માટે હે જીવ! વિશેની પ્રીતિ છોડ ને આત્માની પ્રીતિ કર.
‘આમાં સદા પ્રીતિવંત બન...આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.”
અરે, અંતરમાં આત્માનો જે પ્રેમ લાગે છે તે કોને દેખાડીએ? એ તે અંદરની જેને લાગી તેને લાગી છે. વારંવાર ચિત્તને ઉપયોગ તેમાં જ લાગ્યા કરે છે.”—જુઓ, આ ધમીના અંતરની દશા ! સમ્યગ્દષ્ટિનું ચિત્ત ગાઢપણે ચૈતન્યમાં લાગ્યું છે. મુનિઓનું ચિત્ત તે ચૈતન્યરસમાં એવું લાગ્યું છે કે તેમાંથી બહાર આવવું ગોઠતું નથી; તેમને ઉપયોગ અંતર્મુહૂર્તથી વધુ વખત ચૈતન્યથી બહાર રહેતું નથી, ક્ષણમાં નિર્વિકલ્પ થઈને અંદર લીન થઈ જાય છે. જ્યાં સારો પ્રેમ જાગે તેમાં ઉપગ લાગે; ચૈતન્યની પ્રીતિ કરીને તેમાં ચિત્ત જેડતાં તું અલ્પકાળમાં પરમાત્મા થઈશ...તને ઉત્તમ સુખ થશે. ચૈતન્યતત્વ કઈ અદ્ભુત અચિંત્ય છે....તેને પ્રેમ થતાં જ જીવને આખા સંસારને રસ ઊડી જાય છે, દેવલેકના વૈભવ પણ એના ચિત્તને લલચાવી શક્તા નથી.
મૂઢ-અજ્ઞાની જીવ બાહ્યવિષયના રસ આડે ચૈતન્યતત્વને જરાય પ્રેમ કરતું નથી, તેમાં ચિત્તને જોડતું નથી. બાહ્ય વિષયમાં સુખ ખરેખર નથી, છતાં–સ્પર્શને વશ હાથી, રસને વશ માછલું, ગંધને વશ ભમરે, વર્ણને વશ પતંગિયા અને શબ્દને વશ હરણિયા, એમ એકેક ઈન્દ્રિયના વિષયમાં લીન થયેલા તે જી વિષયવશ પ્રાણ પણ છોડે છે...તે, ખરેખર આનંદથી ભરેલો અતીન્દ્રિય ચૈતન્યપ્રભુ આત્મા...તેના મહા આનંદમાં જેનું ચિત્ત લીન થયું તે જ્ઞાનીજને ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે પણ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org