________________
આત્મસંબંધન ]
[ ૧૨૩ તથા સિદ્ધપદને વરવા ચાલ્યા...તેની પરિણતિ હવે કયાંય અટકશે નહિ....અપ્રતિહતપણે આગળ વધતી કેવળજ્ઞાન લેશે.
આત્માની વાત બહુ ઊંડી છે–ભાઈ! એકવાર તું અંદર ઉતરી અનુભવ કરીને જો તે એની પરમ ગંભીરતાની તને ખબર પડે !–બાકી ઉપર–ઉપરથી એના અપાર મહિમાનો ખ્યાલ આવે તેમ નથી. આવા આત્માના અનુભવને રસ જાગે ત્યાં તે મોહ તૂટવા માંડે, બધાય અશુભ કમેને રસ ઘટીને અનંતમા ભાગને થઈ જાય, ને શુભપ્રકૃતિઓને રસ વધી જાય. હજી તે જેની રુચિનું આવું ફળ, તેના અનુભવની શી વાત? આત્મઅનુભવનું જોર અલ્પકાળમાં બધા કર્મોને સાફ કરીને આત્માને મોક્ષપુરીમાં પહોંચાડી દે છે.
–આવું મહામંગળ આત્મઅનુભવનું ફળ છે.
આત્મજ્ઞાનીને માટે આ બધું સુગમ છે. કેઈ આત્મજ્ઞાની મુનિ બેઠા હોય ને કઈ દુષ્ટ-વેરી તેમને ઉપાડીને સમુદ્રમાં ડૂબાડે..ત્યાં મુનિ તે ધ્યાન વડે અંદર ચૈતન્યસમુદ્રમાં ડૂબકી લગાવે ને શુકલધ્યાનની શ્રેણી વડે કેવળજ્ઞાન પ્રગટાવીને મેક્ષમાં ચાલ્યા જાય.... આત્મા જાય ઉપર-મેક્ષમાં, ને દેહ જાય નીચે-દરિયામાં. –અહા, આત્મા પોતે પોતાને
જ્યાં અનુભવે ત્યાં શું ન થાય? –આવા પ્રસંગેય તે કેવળજ્ઞાન અને મોક્ષ પામી જાય. આત્મા પોતે પોતાને જાણીને જાગે તે મેક્ષ પામતાં શું વાર લાગે?
આત્મજ્ઞાન અને સ્વાનુભવ તે મોક્ષની સીધી સડક છે. આત્માને અનુભવ કરનારને અંદર ચૈતન્ય મહેલમાં આનંદના અપૂર્વ બગીચા ખીલે છે, જ્ઞાની તે ચૈતન્યબાગમાં કેલિ કરે છે. તેને આત્મજ્ઞાનના બળે અંદરમાં આનંદસહિત શ્રુતજ્ઞાનને બગીચો (શ્રત કેવળીપણું) સહેજે ખીલે છે. જેમ ઝાડમાં ફળ પાતાં પહેલાં ફૂલ (કર) આવે છે, તેમ મોક્ષફળ પાકતાં પહેલાં ધર્મીને વરચે પુણ્યના બગીચા (સમવસરણાદિ) પણ ખીલે છે; જેમ રાજમહેલના રસ્તા પણ જુદી જાતના સુંદર હોય, તેમ ચૈતન્યના મેક્ષરૂપી રાજમહેલને માર્ગ પણ અપૂર્વ સુંદર આનંદમય (સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર રૂ૫) છે; મેક્ષની સડક પણ સુખદાયક છે, તેમાં રાગ-દ્વેષરૂપ કાંટા-કાંકરા નથી. મુનિજને પરભાવને છોડીને, આવી સ્વાનુભવની સીધી સડક પર ચાલીને મેક્ષમાં જઈ રહ્યા છે....તેઓ ધન્ય છે. (મુનિવરેની જેમ ગૃહસ્થ-શ્રાવક પણ આત્મઅનુભવ કરી શકે છે ને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામે છે, એ વાત ૧૮ મા દેહામાં કહી હતી....ને હજી ૬૫ મા દેહામાં પણ કહેશે. ગુરુદેવને આ બંને દેહા ખૂબ પ્રિય હતા.)
ચૈતન્યના શાંતરસમાં તરબોળ થઈને ભાવભીના ચિત્તે ગુરુદેવ આત્મભાવનાને મલાવતાં કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org