________________
૧૨૬ ]
[ ગસાર-પ્રવચન : ૬૪ કરી લીધું. વાહ! ધન્ય છે તમને! આત્માને જાણીને તમારે અવતાર તમે સફળ કર્યો. ભવના અભાવ માટે તમારે અવતાર છે.
જુઓ તે ખરા... અનુભવ પ્રત્યે, તેમજ અનુભવ કરનારા જ પ્રત્યે કે ઉલ્લાસ છે! જેણે આત્મઅનુભવ કર્યો તેણે બધું કરી લીધું, તે કૃતાર્થ થયા તેને મહિમા અપાર છે; આત્માને જાણીને કેવળજ્ઞાન તેણે હાથમાં પકડી લીધું..મુનિઓ પણ તેને ધન્યવાદ આપે છે કે વાહ! તું પણ કેવળજ્ઞાનના માર્ગમાં –મોક્ષમાર્ગમાં અમારી સાથે આવી ગયે. ભલે પૈસાના ઢગલા મળે, મેટો રાજા કે પ્રધાન થાય, કે ઘણા પુણ્યનો શુભરાગ કરે, તે કઈને અહીં ધન્ય ન કહ્યો; જેની પાસે સ્વાનુભવરૂપી ધન છે તેને જ ધન્ય કહ્યો –ભલે તે ગૃહસ્થ હો, ગરીબ હો કે ચંડાળના ઘરે અવતર્યો હોય! તેપણ તે ધન્ય છે. –આવા જીવોને ધન્યવાદ કહીને તથા તેમનો મોટો મહિમા બતાવીને બીજા જીવને એમ સંબોધન કરે છે કે હે જી ! સંસારથી ભયભીત થઈને મેક્ષને માટે તમે પણ આવા આત્માને જાણે. જે મુમુક્ષુ જીવ ચૈતન્યને રસિક થયે તેને જગતના કે પદાર્થો લલચાવી શકતા નથી, સંસારની કઈ પદવીને તે ચાહતા નથી, એક મેક્ષમાં જ તેનું ચિત્ત લાગેલું છે, જગતથી તેનું ચિત્ત ઉદાસ છે–વિરક્ત છે. આવા ધર્મીને શુભરાગ અને વિશિષ્ટ પુણ્ય હોય તેપણ, તેની મહાનતા અને શભા તે અંદરની રાગ વગરની ચૈતન્ય અનુભૂતિને લીધે જ છે...અને તેનાથી જ તેને “ભગવંત” કહેલ છે. અહા, જે અનુભૂતિમાં બહારના કેઈ ધર્મસ બંધી વિકલ્પનેય સ્થાન નથી,
તે પણ જ્યાં છૂટી જાય છે–એવી સ્વાનુભૂતિ કરનારા જી ભગવંત છે, તેઓ ભગવાનની નાતમાં ભળી ગયા છે ભલે નાને, પણ જાત તે એક જ! “પરમાત્મ-ચિંતામણિ” તેના હાથમાં આવી ગયો છે, તેને ચિંતવીને તે કેવળજ્ઞાન તથા મોક્ષને પામશે.
અરે, જેનાથી આત્માને મોક્ષને લાભ પ્રાપ્ત ન થાય તેની કિંમત શું ? શાંતરસનો ભંડાર ભગવાન અંદર છે–તેમાં દષ્ટિ કરીને તેને સ્વાનુભવમાં લીધા તેણે જગતની સૌથી મેટી વિભૂતિ પ્રાપ્ત કરી, રત્નત્રયની અપૂર્વ સંપદારૂપ સર્વશ્રેષ્ઠ નિવૈભવ તેણે પ્રાપ્ત કર્યો, તેણે જ ખરેખર ગુરુપ્રસાદ મેળવ્યું, –ગુરુઓના પ્રસાદથી પોતાના પરમેશ્વરને પિતામાં જ દેખી લીધે...તે પોતાના આત્માને એવી અચિંત્ય શક્તિવાળે પરમેશ્વર જાણે છે કે જેનામાં સર્વ પ્રજનને સિદ્ધ કરવાની તાકાત છે. જેને ચિતવતાં મેક્ષ મળે છે. એના સિવાય પુણ્યથી રજકણે મળે તેમાં આત્માને શું? –એ તે ધૂળ છે..... એમાં પરમાણુને ઢગલે મળ્યા પણ પરમાત્મા ન મળ્યા. પરભાવથી પાર આત્માને જે જાણશે તે તેની ભાવના વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને નવ–ક્ષાયિકલબ્ધિના સ્વામી પરમાત્મા થશે...તે ભગવંતે ધન્ય છે!
[ ૬૪ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org