________________
આત્મબોધન !
[ ૧૨૭ [ ગુરુદેવને પ્રિય દોહો] આત્મજ્ઞાન ગૃહસ્થનેય થાય છે. સ્વમાં વસે તે સિદ્ધિસુખ પામે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ । सो लहु पावइ सिद्धि-सुहु जिणवरु एम भणेइ ॥ ६५॥ મુનિજન કે કે ગૃહી, જે રહે આતમલીન:
શીધ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુજિન. (૬૫) એક ૧૮ મો અને બીજે આ ૬૫ મે, આ બે દોહાને વારંવાર ઉલ્લેખ કરીને, ગુરુદેવ અત્યંત પ્રેમથી જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન માટે સંબોધન કરતા, કે આવું આત્મજ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે, ને તે કરવાથી જ ધર્મ થાય છે. આત્મજ્ઞાન કરનાર ગૃહસ્થ ખરેખર પરભાવમાં કે ઘરમાં નથી વસતે, તે તે આત્મામાં જ વસે છે, આત્માને જ સ્વઘર માને છે; ને આત્મજ્ઞાનના પ્રતાપે તે પણ શીધ્ર એકાદ બે ભવમાં જ સિદ્ધિસુખને પામે છે. ગૃહસ્થને આત્મજ્ઞાન કરવાની પ્રેરણા આપનારા આ બે દોહા ગુરુદેવને ખૂબ પ્રિય હતા.
અહા, આત્મલીન મુનિઓની તે શી વાત ! તેઓ તે શીધ્ર તે ભવે પણ મેક્ષ પામી શકે છે. ગૃહસ્થ પણ આત્મજ્ઞાનના બળે મોક્ષસુખને છેડેક સ્વાદ અત્યારે ચાખી લે છે, ને પછી અલ્પકાળમાં મુનિ થઈ, આત્મામાં લીન થઈ સાક્ષાત્ મેક્ષને સાધી લે છે. એવા ગૃહસ્થ પણ મેક્ષમાર્ગસ્થ છે–મેલના માર્ગમાં ચાલનારા છે.
મતિ ધમ
भूयत्वमा
કાવ પ્રમ
सम्यग्दर्शन ચૈતન્યને સાધનારા સંત મુનિ અતીન્દ્રિય આનંદમાં મસ્ત, ને શરીરથી ઉદાસ હોય છે....દેહમાં રજ ચોટે એ જ જાણે ઘરેણું છે; અંતરમાં રત્નત્રય તે તેમને વૈભવ છે; સ્વાનુભૂતિની આનંદમય ગૂફામાં પ્રવેશીને તેઓ પરમાત્મ-તત્વ સાથે ગેછી કરી રહ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org