________________
આત્મસ એધન ]
વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન; તે કારણ જગ જીવ તે પામે નહિ નિર્વાણુ. (પર) શાસ્ત્રપાઠી પણ મૂખ છે જે નિજતત્ત્વ અજાણ; તે કારણ તે જીવ ખરે પામે નહિ નિર્વાણ. (૫૩)
સંસારના સર્વે જીવા ધધામાં પડેલા છે અને આત્માને જાણતા નથી તેથી તે જીવા નિર્વાણને પામી શકતા નથી. આખાદિ વેપાર-ધંધા, રાંધવું, ખાવું, દીકરા-દીકરી વગેરે બધા રાગના ધધા, અને વિષયાના પ્રેમ, તેમાં વતા જગતના જીવા રાગના ધંધામાં ફસાયેલા છે, પાપ પ્રવૃત્તિમાં પડચા છે, તેમાંથી છૂટા પડી આત્માને જાણવા નવરા થતા નથી,-એવા જીવા મેાક્ષને કયાંથી પામે ?
| ૧૦૭
કોઈ કહે-વ્યવહારધધામાં, અશુભમાં ફસાયેલા તે જીવે તે મેાક્ષને ન પામે, પરંતુ અમે એ વેપાર-ધ ́ધાની પ્રવૃત્તિ છોડીને આખા દિ' શાસ્ત્રભણતરમાં લાગ્યા રહીએ તે....?
-તેના જવાબમાં કહે છે કે-શાસ્ત્ર ભણી-ભણીને પણ જો આત્માને નથી જાણતા તેા તે જડ છે મૂખ છે, તે પણ મેક્ષને પામતા નથી. તે પણ વ્યવહારના ધંધામાં જ ફસાયેલા છે.—એક અશુભધા, ને બીજે શુભ ધા! અંને રાગના ધાંધા છે. ધા ધધેા તે રાગથી ભિન્ન આત્માને જાણવામાં છે. આત્માને જે નથી જાણતા, તે શાસ્ત્ર ભણેલા પડિત હાય તાપણુ તેને ‘જડ’ (અર્થાત્ મૂ) કહ્યો, કેમકે મેાક્ષના વિષયમાં તે તે મૂખ-જડ જેવા છે; બહારનાં ભણતર મેક્ષ માટે શું કામના ?
બાપુ, તું આ મનુષ્યપણું પામીને વ્યવહારધધામાં ને પાપપ્રવૃત્તિમાં જ જીંદગી આખી ડૂબ્યા રહીશ તે આત્મકલ્યાણ કચારે કરીશ? બાળપણું તેા રમતમાં ખાટું, યુવાની વિષયોમાં ને વેપારમાં ગુમાવી, વૃદ્ધાવસ્થામાં શક્તિહીન થઈનેરયો; કયારેક શાસ્ર-વાંચન વગેરે શુભપ્રવૃત્તિ કરી, તે ત્યાં પણ ધર્મના નામે રાગને જ પેાધ્યેા; રાગ વગરના ચૈતન્યસ્વભાવને જાણ્યા વગર ભવનેા પાર ન પામ્યા.
જેમ કોઈ મૂરખા જેલની અંદર ઊંટ ઉપર બેસીને, એમ માને કે હું ઊંચે બેઠા !–પણ તે જેલમાં જ પૂરાયેલા છે. તેમ સ`સારની જેલમાં પૂરાયેલે અજ્ઞાની પુણ્યના ઊંટડા ઉપર બેસીને સ્વર્ગમાં જાય ને અભિમાન કરે કે હું ઊ ંચે ચડયો....મે. ઊંચા ભાવ કર્યાં! પણ ખાપુ! ઊંચા તૈય સ'સારની જેલમાં છે; પુણ્યના ઊટ ઉપર ચડયો તેથી કાંઈ તું અજ્ઞાનની જેલમાંથી છૂટીને મેક્ષ નહિ પામી જા. અરે, જેલમાં પૂરાવુ એ તા સજજનને માટે શરમની વાત છે, એનાં અભિમાન શા ? ભાઈ, આત્માને એાળખીને તેના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કર તે જ તું સંસારની જેલમાંથી છૂટીને ઊ'ચુ' અને મુક્ત એવું સિદ્ધપદ્મ પામીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org