________________
૧૧૨ ]
[ યોગસાર-પ્રવચન : ૫૭ બોધ” તે બોધસ્વરૂપ આત્મામાંથી આવે છે, કોઈ રાગમાંથી કે પરમાંથી બોધ નથી આવતું.
* જેમ રેતીમાં તેલ નથી પણ તલમાં તેલ છે, * જેમ ઝાંઝવામાં જળ નથી પણ સરોવરમાં જળ છે; * તેમ વાણી કે વિકલ્પમાં બોધ નથી, પણ બોધસ્વરૂપ આત્મામાં બંધ છે.
જે બધથી ભરેલા ચૈતન્યસરોવરમાં ડૂબકી મારે છે તે જ આત્મબોધને પામે છે. વિકલ્પના મૃગજળમાં ગોથાં ખાય તેથી કાંઈ આત્મધ મળે નહિ. આત્મા જ્યાં છે તેમાં ઉપગને જોડવા વગર આત્મબોધ થાય નહિ ને સંસાર છૂટે નહિ.
(એક શ્રોતા કહે છે:) અરે, આપ આત્માને જાણવાની વાત કરો છો, પણ બહારમાં મોંઘવારી કેટલી છે !!
(ગુરુદેવ ઉત્તરમાં કહે છે.) અરે, પણ અહીં (અંદરમાં) તે સેંઘવારી છે. આત્મ સમીપમાં જ છે ને તેની અંદર એકાગ્ર થઈને જાણવા માંગે તે જાણી શકાય છે,–તેમાં કાંઈ બહારની મેંઘવારી આડી આવતી નથી. અંતરદૃષ્ટિથી જોતાં પરમાત્મતત્ત્વ સતત સુલભ છે, ચૈતન્ય “ભાવ” વડે તે તરત મળે છે; ને અત્યારે તેની પ્રાપ્તિનો સુકાળ છે.....તે સોંઘું છે....સુલભ છે. તે લેવા માટે કઈ પાસે લાચારી કરવી પડે તેવું નથી, સ્વાધીનપણે પોતાની મેળે પિતામાંથી લઈ લેવાય એવો આત્મા છે. માટે હે ભવ્ય! જે તારે ભવથી છૂટવું હોય તે, ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પરમ પ્રેમ લાવીને તેને સમજવાનો ઉત્સાહ કર, ઉદ્યમ કર. તને તે જરૂર સમજાશે ને તું જરૂર મોક્ષને પામીશ. (૫૬)
જીવનું સ્વરૂપ જાણવા માટે નવ દષ્ટાંત
रयण दीउ दिणयर दहिउ-दुध्धु-घीवं पाहाणु । सुण्णउ रुउ फलिहउ अगिणि णव दिळंता जाणु ।।५७।। રત્ન, દીપ, રવિ, દૂધ-દહીં-ધી, પત્થર ને હેમ,
ફટિક, રજત ને અગ્નિ-નવ, જીવ જાણો તેમ. (૭) આત્માને જાણ્યા વગર ભવથી છૂટાતું નથી–એમ કહ્યું તે તે આત્માનું અસ્તિત્વ : કઈ રીતે જાણવું? તે માટે અહીં નવ દષ્ટાંત કહ્યા છે, તેના વડે હે ભવ્ય! તું આત્માને જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org