________________
૧૧૮ ]
[ગસાર-પ્રવચનઃ ૬૦-૬૧ તે બળતું નથી કે રાગના રસમાં તે ઓગળી જતું નથી, પરભાવથી અલિપ્ત એવા આ જ્ઞાયકતત્વની અનુભૂતિમાં ક્રોધ-રાગ વગેરેને પ્રવેશ નથી. આહા, આવા શાંત મહાન તત્ત્વને પોતામાં એકવાર દેખ તે ખરે!....તે તું પોતે જ છો.
આ રીતે શુદ્ધ અને ક્ષેત્રથી મહાન એવા આકાશદ્રવ્યને દાખલે આપીને, ચેતનસ્વરૂપે મહાન અને શુદ્ધ એવા આભદ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું; આવા પરમસ્વભાવી તારા શુદ્ધાત્માને અંતરમાં જાણીને તેને ધ્યાવ....એટલે કેવળજ્ઞાન-પ્રકાશ પ્રગટ થશે ને તું પતે પરમ-બ્રહ્મ પરમાત્મા બની જઈશ.
[ ૫૮-૫૯]
અશરીર આત્માને શરીરમાં જન્મવું તે શરમની વાત છે
णासग्गिं अभिंतरहं जे जोवहिं असरीरु । बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ॥६०॥ असरीरु वि सुसरीरु मुरिण इहु सरीरु जडु जागि । मिच्छा-मोहु परिच्चयहि मुत्ति रिणयं वि रण माणि ।। ६१ ॥ ધ્યાનવડે અત્યંતરે દેખે જે અશરીર; શરમજનક જન્મે ટળે, પીએ ન જનની-ક્ષીર. (૬) તન-વિરહિત ચૈતન્યતન, પુદ્ગલ–તન જડ જાણ;
મિથ્યા દૂર કરી, તન પણ મારું ન માન. (૬૧) “નાશાગ્રષ્ટિ” એટલે કે અંતર્મુખ દષ્ટિ કરીને શરીર વગરના સુંદર આત્માને જે દેખે છે તે જીવ, શરમજનક શરીરથી છૂટીને સાક્ષાત્ અશરીરી થઈ જશે, પછી માતાનાં દૂધ તેને પીવા નહીં પડે. ચેતનપ્રભુએ શરીરને ધારણ કરી-કરીને અનંતા સ્વયંભૂદરિયા ભરાય એટલા માતાના દૂધ પીધા, -હવે ભેદજ્ઞાન વડે શરીર વગરના ચૈતન્યરૂપને ધાવીને –ધ્યાવીને તેના આનંદરસનું પાન કરતા-કરતે જીવ મેક્ષમાં જશે, તે ફરીને કદી શરીરમાં નહીં આવે ને માતાનું દૂધ નહીં પીએ. - બાપુ! આ પુદ્ગલનું શરીર તે લજજાજનક છે, તે શરીરથી રહિત એવું અશરીરીપણું તે જ તારું સુંદર શરીર છે ને તેમાં જ તારી શોભા છે. આવા સુંદર–અતીન્દ્રિય-ચૈતન્ય શરીરને તું પિતાનું જાણ, ને પુદ્ગલના પિંડલાને મેહ છોડ....આ શરીરને પણ પિતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org