________________
આત્મસંબોધન ]
{ ૧૧૯
[A]
આ સ્થાનવડે અત્યંતરે ન દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે છે ( પીએ ન જનની ક્ષીર.
ન માન. ભાઈ, તું પરમાત્મા જે મોટો...ને આ હાડકાં–ચામડાંના શરીરમાં મો..તે શરમની વાત છે. જેમ રાજા થઈને ઉકરડામાં આળોટે તે શોભે નહિ, તેમ ચેતન્ય-રાજાને આ શરીરમાં અવતરવું ને તેની વચ્ચે રહેવું તે શેભાની વાત નથી, તેનાથી ભિન્ન આત્માને “નાશાગ્રષ્ટિ થી ધ્યાવ...તેમાં તારી શોભા છે.
અહીં “નાશાગ્રદષ્ટિ' કહેતાં કાંઈ નાકના ટેરવા સામે નજર નથી કરવી, પણ અંતર્મુખ-સ્વરૂપમાં હળતી દષ્ટિથી આત્માને ધ્યાવવાની વાત છે. આત્માને અગ્ર–મુખ્ય કરીને ધાવતાં તું સર્વોત્કૃષ્ટ સિદ્ધપદને પામીશ. અહા, આત્મા તે પરમાત્મા થઈને સિદ્ધપદ પામે–એના જેવી આબરૂમેટાઈ-ભા જગતમાં બીજી કઈ છે?
જડ-શરીર વગરને “અશરીરી” ને કેવળજ્ઞાનરૂપ શરીરવાળા “સુ-શરીરી' એ આત્મા, તું પોતે સુખસમૃદ્ધિથી ભરપૂર છે, પછી જડ-પુદ્ગલના ઢગલામાં સુખ ધિવાના ફાંફાં શા માટે મારે છે! અંતરમાં નજર કરીને આત્માને દેખતાં તને આ શરીરને મેહ છૂટી જશે....તારા જન્મમરણ મટી જશે....ને અશરીરી સિદ્ધપદ પ્રગટી જશે.
ગુરુ ને શિષ્ય, સેવ્ય ને સેવક, એ બધું આત્મામાં સમાઈ જાય છે; આત્મા સેવ્ય-ગુરુ, ને પર્યાય તેની સેવક-શિષ્ય, તે અંતર્મુખ થઈને દ્રવ્યનું બહુમાન કરે છે, તે જ પરમાર્થ ગુરુવિનય છે. સેવ્ય ને સેવક અભેદ થયા તે મોક્ષને માર્ગ છે. એક જ આત્મામાં દ્રવ્ય–ગુરુ ને પર્યાય-શિષ્ય,–તે બંનેને નામશેદે ભેદ છે, લક્ષણભેદે ભેદ છે, ભાવભેદે ભેદ છે ને પ્રદેશભેદે અભેદ છે.
આત્મામાં બે ધર્મ– એક દ્રવ્યત્વધર્મ, બીજે પર્યાયત્વધર્મ બંને ધર્મ આત્મામાં છે. દ્રવ્યથી ત્રિકાળ, પર્યાયથી ક્ષણિક; તે પયય દ્રવ્યને આધાર કર્યો છે એટલે દ્રવ્ય તે “ગુરુ છે, તે ગુરુના આધાર વગર જ્ઞાનપર્યાય ન થાય.-આમ જાણું અંતરમાં પર્યાયને એકાગ્ર કરીને શુદ્ધ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં આત્મા મોક્ષ પામે છે, પછી તેને માતાનાં ધાવણ ધાવવાનું છૂટી જાય છે, તે અશરીરી પરમાત્મા થઈને સદાય પરમ આનંદને ધાવે છે ધ્યાવે છે–અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org