________________
આત્મસંબોધન ? "
{ ૧૧૭ વિચારથી પણ જેને પાર ન પમાય એવું ચારે બાજુ –ઉપર નીચે સર્વત્ર પથરાયેલું અનંત... અનંત....અનંત આકાશ, તેની વિશાળતાની શી વાત!...પછી શું ? કે આકાશ....! ..પછી?....આકાશ....બસ, આકાશ, આકાશ ને આકાશ..... એને ક્યાંય છેડે નથી; એવા અનંત આકાશને પણ જાણી લેનારો આત્મા...સર્વજ્ઞસ્વભાવી છે. આકાશ સર્વત્ર સ્વભાવી છે, આત્મા “સર્વજ્ઞ” સ્વભાવી છે તેના જ્ઞાનના ગંભીર મહિનાની શી વાત! હે આત્મા ! આવા મહિમાવંત જ્ઞાનસ્વરૂપ તે પોતે જ છે....એમ તું પોતાના મહાન સ્વભાવને જાણ..તે શીધ્ર કેવળજ્ઞાન અને મોક્ષને પામીશ.
જેમ આકાશમાં અનંત પદાર્થો અવકાશ પામીને રહેલા છે એમ છતાં આકાશ તે બધાથી અલિપ્ત, પિતે પિતામાં જ સ્થિર છે, તેમ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં રેયપણે અનંત પદાર્થો પ્રતિભાસે છે છતાં આત્મા તે બધાયથી અલિપ્ત-જુદો પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ રહેલો છે. જેમ અરૂપી આકાશમાં ચિત્રામણ હતાં નથી તેમ ચૈતન્યઆકાશમાં રાગ-દ્વેષનાં કે શરીરનાં ચિત્રામણ નથી; તે શુદ્ધ-અરૂપી જ્ઞાનરૂપ છે.... રંગ અને રાગ બંનેથી પાર છે...કષાયના લેપડા જ્ઞાયક તત્વમાં નથી. જેમ કેઈ પણ શસ્ત્રવડે આકાશના કટકા થઈ શકતા નથી, તેમ કોઈ પણ શસ્ત્રવડે આત્માનું છેદન થઈ શકતું નથી. અસ્તિત્વ, વસ્તુવ, દ્રવત્વ, પ્રદેશવત્વ, પ્રમેયત્વ અગુરુલઘુત્વ, તેમજ અમૂર્ત પણું વગેરે ગુણે તે આકાશમાં અને જીવમાં બંનેમાં છે; પણ જ્ઞાન-દર્શન સુખવીર્ય-આનંદનું વેદન ઇત્યાદિ જીવના વિશેષ ગુણે છે, તે આકાશમાં નથી; જીવનું અસ્તિત્વ ચેતનરૂપ છે, આકાશનું અસ્તિત્વ જડરૂપ છે; જીવના ગુણ-પ -પ્રદેશે બધુંય ચેતનરૂપ છે, આકાશના ગુણ-પર્યા-પ્રદેશે બધું અચેતન છે. આત્મા અને આકાશ બંને પોતપોતાના સ્વભાવથી “શુદ્ધ” છે, છતાં આકાશ પોતે પોતાનું ધ્યાન કરી શકતું નથી કેમકે તે અચેતન છે, આત્મા ચેતનરૂપ સ્વસંવેદ્ય હેવાથી પિોતે પોતાનું ધ્યાન કરી શકે છે, તે પોતે પોતાના મહાન શુદ્ધસ્વભાવનું ધ્યાન કરીને પરમાત્મા થાય છે ને કાલકને પ્રકાશે છે. આકાશ કાલેલકમાં વ્યાપક છે પણ તેનું તે પ્રકાશક નથી; આત્મા કાલકને પ્રકાશક છે પણ તેમાં તે વ્યાપક નથી. એક “સ–ગત” છે, બીજે “સર્વજ્ઞ છે; પોતપોતાના સ્વભાવમાં બંને મહાન છે; પણ બંનેની મહાનતાને જાણનારો આત્મા છે તેથી આભા જ મુખ્ય છે. આકાશ તે પોતાની મહાનતાનેય નથી જાણતું ને પરને પણ નથી જાણતું. આકાશને તે પર્યાયમાં અશુદ્ધતા-રાગાદિ નથી; આત્માને પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા છે, તે પોતે પોતાના શુદ્ધસ્વરૂપના ધ્યાનવડે અશુદ્ધતા મટાડને શુદ્ધ થાય છે. પોતે પિતાનું જ્ઞાન-ધ્યાન કરવારૂપ સ્વસંવેદન શક્તિ આત્મા સિવાય બીજા કોઈમાં નથી, અને જ્ઞાની તે સ્વસંવેદનશક્તિને બલીને મોક્ષને સાધે છે.
અરૂપી આકાશ અલિપ્ત છે.......અગ્નિના ભડકાથી તે બળતું નથી કે પાણીના ધોધથી તે ભીંજાતું નથી, તેમ મહાન શાયતત્વ એવું અલિપ્ત છે કે કોઇના ભડકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org