________________
૧૨૦ ]
[ ગસાર-પ્રવચન : ૬૦-૬૧ આ રીતે મુમુક્ષુ જીવ અશરીરી થવા માટે, બાહ્યસંગ તેમજ બાહ્યભાવથી નિવૃત્ત થઈને, એકાંતમાં ચૈતન્યશરીરી આત્માના ધ્યાનના અભ્યાસ વડે આત્માને સાધે છે, દુનિયાના પ્રપંચમાં કે દેહના મેહમાં રેકતે નથી; પરસંગ રહિત અસંગ, એવા આત્માનો ભંગ કરીને, એકાન્ત–શાંત ચૈતન્યગુફામાં બેસીને આત્માના આનંદને ધ્યાવતો ધ્યાવતે તે મેક્ષને સાધે છે.
અશરીરી” હોવા છતાં આત્મા કાંઈ સર્વથા કાયા વગરનો નથી; તે અસંખ્યચૈતન્યપ્રદેશના સમૂહરૂપ “અસ્તિકાય” વાળે છે. ચૈતન્યભાવથી ભરપૂર અસંખ્યપ્રદેશી અસ્તિત્વ તે જ તેની સુંદર કાયા છે. જડ-કાયામાં તે હાડ-માંસ-વિષ્ટ ભર્યા છે, તેમાં કાંઈ સુંદરતા નથી, આ સુ-શરીર ચેતન્યાયામાં તે સુખ-શાંતિ ને આનંદ ભર્યા છે, તેથી તે સુંદર છે. આવા સુંદર ચૈતન્યશરીરને પિતાનું સ્વરૂપ જાણું, ને કાયાની માયા છોડ.... તે તું મેક્ષને પામીશ.
કાયાની વિસારી માયા...સ્વરૂપે સમાયા એવા....
નિગ્રંથને પંથ ભવ–અંતનો ઉપાય છે.” શરીરરૂપે જ જે પિતાને માને તે તેની મમતા કેમ છોડે ? જેમ પીંજરામાં પૂરાયેલે પિોપટ પીંજરાથી જુદો છે, પીંજવું પડ્યું રહેશે ને પોપટ ઊડી જશે....તેમ આ દેહરૂપી પીંજરે પૂરાયેલો ચૈતન્ય-પોપટ, તે દેહથી ભિન્ન છે, પણ દેહને જ પોતાનું સ્વરૂપ સમજીને તેની મમતામાં રોકાઈ ગયા છે. દેહથી ભિન્ન ચિતન્યસ્વરૂપ પિતાને જાણીને તેમાં ઉપગ જોડે તો દેહ પીંજરાથી છૂટી, મુક્તવિહારી થઈમેક્ષમાં ચાલ્યો જાય
આ રીતે સમ્યગ્દષ્ટિ જીવ દેહથી ભિન્ન આત્માને જ સુંદર સમજીને, તેની અંતર્મુખ ભાવના વડે અશરીરી-સિદ્ધપદને સાધે છે, અને મિથ્યાદષ્ટિ જીવ દેહને પિતાને માનીને તેની સેવા-મમતા કર્યા કરે છે. અરેરે, ચૈતન્યપ્રભુ પિતાને ભૂલીને પુગલશરીરના પિષણમાં ને તેની સેવામાં રોકાઈ ગયે. પુદ્ગલના પિંડરૂપ આ શરીર, તેની રચના કઈ જ નથી કરી, તે તે જડની રચના છે. ભાઈ દેવનું દિવ્ય શરીર પણ જડ છે ને તીર્થકરેનું પરમઔદારિક શરીર તે પણ જડ–પુદ્ગલનું બનેલું છે, તેને અહીં
સુ-શરીર ” નથી કહેતાં, તે તારું નથી ને તેમાં સુખ પણ નથી. સુખથી ભરેલું ચૈતન્યરૂપ સ્વશરીર તેને જ “સુશરીર” કહીએ છીએ....તે આનંદમય સુશરીરમાં રાગ -દ્વેષને રોગ કેવા કષાયના કણિયા તેમાં સમાય નહિ. આવા અતીન્દ્રિય આનંદથી ભરેલો પિતાને આત્મા છે, તેને જાણીને સેવા કર તે સુખી થઈશને શરમજનક જન્મથી છૂટીને મેક્ષને પામીશ.
| [ ૬૦-૬૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org