________________
૧૧૦ ]
[ સાર-પ્રવચન : ૧૪૫૫ અનુભવ કરવાની આ રીત, સમયસાર ગ ૧૪૪ માં બહુ સરસ સમજાવી છે. ઈન્દ્રિય અને મન તરફ જોડાયેલા જ્ઞાન વડે પરની પ્રસિદ્ધિ થાય છે, તેનાથી અતીન્દ્રિય આત્માને અનુભવ નથી થતે માટે તેનાથી ઉપયોગને ભિન્ન કરીને.અતીન્દ્રિય થઈને ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગ જેડ....એટલે તે અંતર્મુખ ઉપગમાં તને મહા આનંદસહિત આત્માને એ સાક્ષાત્કાર થશે, કે પછી બીજું કાંઈ પૂછવાપણું હારે નહીં રહે. તે સ્વાનુભવમાં રાગને ફેલાવ રોકાઈ જશે ને વીતરાગ થઈને તારો આત્મા પોતાના સહજ સ્વરૂપથી જ મેક્ષરૂપ પરિણમી જશે. માટે, (સમયસાર ગા. ૨૦૬ માં કહે છે..તેમ) અતિ પ્રશ્નો ન કર.....પરમ પ્રીતિથી જ્ઞાનસ્વરૂપ આત્માને જાતે જ અનુભવ કર.
‘હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે:
કંઈ અન્ય તે મારું જરી, પરમાણમાત્ર નથી અરે !” –આ રીતે શુદ્ધ આત્માને લક્ષમાં લઈને તેનું સ્વસંવેદન કર. શરીર તથા કર્મન સંબંધરૂપ વ્યવહાર, કે ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહાર,–તે બધા વ્યવહારને છોડ, ને શુદ્ધ જ્ઞાનમય સ્વતત્વમાં સીધો ઉપગને જોડ.... તું શીધ્ર ભવપારને પામીશ....કઈ પ્રશ્ન કે શંકા તને નહીં રહે.
અનુભવ કેમ થાય?....નિર્વિક૯૫તા કેમ થાય?... કેમ થાય. કેમ થાય ?...” એમ પૂછ-પૂછ કર્યા કરે, પણ પરિણામને અંદર જોડીને તે અનુભવ કરે નહિ-તે તેને આત્મા કયાંથી જણાય? રાગથી જુદો પડી, અંદર ઊતરીને જાણીશ....પછી તારે પૂછવાપણું નહીં રહે, પિતાના જાત અનુભવથી તું નિઃશંક થઈ જઈશ...તારું સ્વરૂપ તને પોતાને જ આનંદસહિત સ્પષ્ટ દેખાશે–અનુભવાશે. મેક્ષ ને સમ્યગ્દર્શનનો આ જ ઉપાય છે.–“બીજું કહિયે કેટલું ?....કર વિચાર તે પામ!”
શુદ્ધ આત્મા એકવાર શાની પાસેથી લક્ષમાં લઈ લીધો, પછી તેના અત્યંત પ્રેમપૂર્વક વારંવાર અંતરના અભ્યાસ વડે ઊંડો ઊતરીને જાતે સ્વાનુભવ કરવાનો છે.બસ, હવે બીજું કાંઈ પૂછ મા! મન-ઈન્દ્રિો તરફથી ઉપગને પાછો વાળીને અંદર સાયકસ્વભાવમાં જોડી દે, ને આત્મસાક્ષાત્કાર કરીને ભવપાર થઈ જા. (૫૪-૫૫ )
ચૈતન્યમય નિર્વિકલ્પ તત્ત્વને વિકલ્પથી પકડવા જઈશ તો તું થાકી જઈશ. શાંત-જ્ઞાનચેતના વડે જ તેને અનુભવમાં લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org