________________
૧૦૮ ]
| ગસાર-પ્રવચનઃ પર-પ૩ અજ્ઞાની કેઈ અશુભરાગમાં ફસાયા, કેઈ શુભરાગના રસમાં ફસાયા, તે રાગવડે ને તેનાં ફળ વડે પિતાને મેટો માને છે, કઈ પૈસાના ઢગલાથી મોટાઈ માને, કઈ શાસ્ત્રનાં ભણતર વડે મેટાઈ માને, પણ રાગ વગરની નિર્વિકલ્પ જ્ઞાનચેતના....આત્મચેતના ..તેની અપૂર્વ મહાનતાને તેઓ જાણતા નથી, તેથી તેઓ મેક્ષને પામી શકતા નથી. ગૃહ–ધંધાની વચ્ચે રહીને કે શાસ્ત્ર ભણીને પણ જેઓ જ્ઞાનચેતના સ્વરૂપ આત્માને અનુભવી ભે છે તેઓ જરૂર નિર્વાણને પામે છે. જગતને મેટો ભાગ તે સંસારના પ્રેમમાં– રાગના રસમાં ખેંચી ગયા છે, આત્માને પ્રેમ જગાડીને વ્યવહારને પ્રેમ છેડનારા વિરલા જ સિદ્ધપદને પામે છે.
શાસ્ત્રપાઠીને પણ મૂર્ખ કહ્યો , તેમાં કાંઈ શાસ્ત્ર ભણતરનો દોષ નથી પણ તે જીવ આત્માને નથી જાણતા માટે તેને મૂર્ખ કહ્યો છે. શાસ્ત્રનો અભ્યાસ તે ધર્માત્મા–મુનિએ પણ કરે.-શાસ્ત્રના રહસ્યભૂત પોતાના આત્માને અનુભવ કરે તે ખરી પંડિતાઈ છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ ઉપગમાં અપૂર્વ આનંદના સ્વાદથી ભરેલું આત્મજ્ઞાન પ્રગટે છે, તેને વિશેષ શાસ્ત્રભણતર ન હોય તે પણ “ખરો પંડિત” કહ્યો છેકેમકે સ્વભાવ અને પરભાવને જુદા પાડીને મોક્ષને સાધતાં તેને આવડી ગયું છે.
બિલાડી આવે તે ઊડી જવું....” એમ બોલતાં એક પિપટ શીખે, પણ જ્યારે ખરેખર બિલાડી આવી ત્યારે તે ઊડી ન ગયે, ને બિલાડીએ તેને મેઢામાં પકડ્યો ત્યારે પણ તે પિપટ “બિલાડી આવે તો ઊડી જવું...” એમ રટણ કરતો રહ્યો.–તે પિપટિયું ભણતર શું કામનું ? તેમ શાસ્ત્રોમાં તે પરભાવોને છોડીને શુદ્ધ આત્માને અનુભવ કરવાનું કહ્યું છે, તેને બદલે, શાસ્ત્ર ગોખવા છતાં પણ રાગને જ સારે માનીને તેમાં રોકાઈ ગયો; મિથ્યાત્વની બિલાડીએ તેને પકડ્યો, મિથ્યાત્વથી છૂટો પડીને પરમાર્થરૂપ પિતાના આત્માને ન જાણે, તે તેનું શાસ્ત્રભણતર શું કામનું ? અને જ્ઞાનીઓ તેને
મૂખ' ન કહે તે બીજું શું કહે? મૂર્ખ કહો કે બહિરાત્મા કહો....જે આત્માને જાણતો નથી તે મેક્ષને પામતો નથી.
[ આત્મવિદ્યા જ ભવતારક છે–આ સંબંધમાં એક પંડિત અને નાવડીયાનું બેધપ્રેરક દૃષ્ટાંત ગુરુદેવ ઘણીવાર આપતા તે “અધ્યાત્મસન્ડેશ” પુસ્તકમાં જિજ્ઞાસુઓએ વાંચી લેવું. ]
ભલે ઓછા શાસ્ત્ર ભણ્યા હોય પણ અંતરના પ્રયત્ન વડે જ્ઞાનચેતનારૂપ થઈને આત્માને સાક્ષાત્કાર જેણે કરી લીધો તેણે બધાય શાસ્ત્રને સાર જાણી લીધે; કુંદકુંદસ્વામી વગેરે યોગીઓ તેને “શ્રુતકેવળી” કહે છે...સમસ્ત જિનશાસન તેણે જાણી લીધું છે. જિનવાણી પઢવાનું ખરૂં ફળ તે પરમાર્થ આત્મસ્વરૂપને જાણીને નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી તે છે..તે જ ખરી આત્મવિદ્યા છે ને તે જ મુક્તિનું કારણ છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org