________________
આત્મસંબંધન 3
[ ૧૦૯ ચારે અનુયોગ જાણીને પણ તેમાંથી જે અન્ય દ્રવ્યોથી ભિન્ન પિતાના પરમાર્થ ચૈતન્યસ્વરૂપને જાણે છે–અનુભવે છે તે જ નિવણને પામે છે. આત્માને નહિ જાણનાર છે બીજી ગમે તે પ્રવૃત્તિ કરે તો પણ મેક્ષને સાધી શકતા નથી.
“–તે મોક્ષને માટે શું કરવું ?” તે હવેના દોહામાં કહેશે. [૫૨-૫૩ ]
બહુ પૂછ મા બાહ્યવૃત્તિ છોડીને અંતરમાં જા.
ને શુદ્ધાત્માનું ગ્રહણ કરીને મોક્ષપુરીમાં જા...!
मणु-इंदिहि वि छोडियइ बहु पुच्छियइ ण कोइ । रायहं पसरु णिवारियइ सहज उप्पज्जइ सोइ ॥५४॥ पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सह ववहारु । चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।।५५।। મન-ઈન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત ? રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. (૫૪) જીવ પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર:
તજ પુદ્ગલ ગ્રહ જીવતા શીધ્ર લહે ભવપાર. (૧૫) હે જીવ! બીજુ કાંઈ પૂછ મા !–બસ, પરમ તત્વમાં ઉપયોગને જોડીને મન અને ઇન્દ્રિયોને છોડી દે, એટલે રાગનો પ્રસાર અટકી જશે ને સહજસ્વરૂપ એવી મેદશા ઉત્પન થશે. તું આમ કર...તો પછી મોક્ષને માટે તારે બીજા કેઈને કાંઈ પૂછવાની જરૂર નથી.
પુદગલ અન્ય છે, જીવ અન્ય છે, અને વ્યવહારરૂપ બધા પરભાવે પણ અન્ય છે. હે ભવ્ય! તે પુદ્ગલને તેમજ પરભવોને છોડ ને શુદ્ધાત્માને ગ્રહણ કર...તેથી તું શીવ્ર ભવને પાર પામીશ.
જુઓ, આ ટૂંકામાં ભેદજ્ઞાન કરાવીને મોક્ષની રીત બતાવી. ભાઈ, મન અને ઇન્દ્રિય વડે આત્મા જણાતું નથી. આત્માને જાણ હોય તો મન અને ઈન્દ્રિયેથી તેમજ સમસ્ત વ્યવહારથી દૂર થા. વધુ ન પૂછ; અંતર્મુખ ઉપયોગ કર એટલે તારું સહજ સ્વરૂ૫ તને પિતાને સ્પષ્ટ અનુભવમાં આવી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org