________________
૧૧૪ 1
[ ગસાર-પ્રવચન : પ૭ ૩. દિનકર-સ) : જેમ પ્રકાશ અને પ્રતાપ દ્વારા સૂર્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે, તેમ ચૈતન્યપ્રભુ સૂર્ય સમાન પ્રકાશવાન અને પ્રતાપવાન છે, તેના પ્રતાપથી આ બધું શોભે છે. ચૈતન્યસૂર્યનું અસ્તિત્વ ન હોય તે શરીર કે સમવસરણ કાંઈ શોભે નહીં...બધું શૂન્ય લાગે.
વળી બહારના સૂર્ય કરતાંય આ ચૈતન્યસૂર્યની વિશેષતા જાણે કે, તે સૂર્ય તે ઘણું જ ઓછા મર્યાદિત વિસ્તારને જ પ્રકાશે છે, તે કાંઈ સમસ્ત કાલેકને પ્રકાશી શકો નથી, ત્યારે આ ચૈતન્યસૂર્ય તે અનંત ચત કિરણે વડે સમસ્ત કાલેકને એક સાથે પ્રકાશવાની તાકાત ધરાવે છે. સૂર્ય ઉકળાટ આપે છે, આ ચૈતન્યસૂર્ય પરમ શાંતિ આપે છે. જડ-સૂર્ય તે સામું જેનારને કલેશ આપે છે, આ ચૈતન્યસૂર્ય તે તેની સન્મુખ દેખનારને મહા આનંદ આપે છે. આ જ્ઞાનપ્રકાશસૂર્ય તારો આત્મા ઝળકી રહ્યો છે... તેને તું જાણ.
શ્રી કુંદકુંદસ્વામીએ પ્રવચનસારમાં આત્માના સુખસ્વભાવની પુષ્ટિ સૂર્યના તે કરી છે–
જયમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે;
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. (૬૮) –તારા આત્માને પણ તું એ જ સિદ્ધસમાન જાણ.
૪. દૂધ-દહીંમાં ઘી : જેમ ઘી દૂધ-દહીંમાં જ છે, તેમ આ આત્માના સ્વભાવમાં જ પરમાત્મપણું શક્તિરૂપે છે, તેને શ્રદ્ધા વડે જમાવતાં ને ધ્યાન વડે વલોવતાં તેમાંથી જ કેવળજ્ઞાન અને સિદ્ધદશારૂપી થી નીકળે છે. આ રીતે ઘીના દષ્ટાંતે તારા આત્મામાં રહેલી પરમાત્મશક્તિને જાણ
પ. પાષાણુ : પાષાણને છેતરતાં તે પોતે જ પરમાત્માની મૂતિ બની જાય છે, તેમ શ્રદ્ધા અને ભેદ જ્ઞાનના તીક્ષણ ટાંકણા ( પ્રજ્ઞાછીણી) વડે ચૈતન્યપહાડને કેતરીને તેમાંથી દ્રવ્યકર્મ–ભાવકર્મ-નોકમરૂપ વધારાના ભાગને કાઢી નાંખે તે અંદરથી આત્મા પોતે જ પરમાત્મરૂપે પ્રગટે છે; તે પરમાત્મપણું ક્યાંય બહારથી નથી આવતું. જુઓને, ઈન્દ્રગિરિમાં પહાડમાંથી જ કેવા અદ્ભુત બાહુબલી ભગવાન પ્રગટયા છે, તેમ આ ચૈતન્યપહાડને કરતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટે છે. આવા તારા આત્માને હે ભવ્ય! તું જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org