________________
આત્મસંમેલન
જીવને ન જાણે ત્યાં સુધી ભવથી ન છૂટે
*
जे जवि मण्णइ जीव फुडु जे पनि जीउ मुणंति । ते जिणणाहहं उत्तिया णउ संसार मुचति ॥ ५६ ॥
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ; છૂટે નહિ સસારથી, ભાખે છે પ્રભુ જિન. ( ૫૬ )
પુદ્ગલથી અને પરભાવેાથી સ્પષ્ટપણે ભિન્ન એવા શુદ્ધ-જીવને જે અનુભવે છે તે શીઘ્ર મુક્તિ પામે છે—એમ આગલા દેહામાં કહ્યું; હવે અહીં કહે છે કે એવા શુદ્ધ જીવને જે નથી જાણુતા, નથી માનતા, તે જીવ સ'સારથી છૂટતા નથી.
આત્મા સ્વાનુભૂતિના પ્રત્યક્ષજ્ઞાનથી જણાય તેવે છે. કેઈ કહે કે અમે વિકલ્પથી ’ તે આત્માને બરાબર જાણી લીધે છે પણ અનુભવમાં આવતા નથી ?—તા કહે છે કે તારી વાત ખારી છે; વિકલ્પથી આત્મા જાણવામાં આવે જ નહિ, જ્ઞાન અ ંતર્મુખ થઈ ને વિકલ્પથી દૂર થાય ત્યારે જ આત્મા નિયમાં આવે; ને જ્ઞાનમાં આ રીતે સાચા નિર્ણય કરે તેને આત્માને અનુભવ થાય જ. તે નિણૅય જ્ઞાનમાં થાય છે, વિકલ્પમાં નથી થતો. વિકલ્પ કરતાં નિયજ્ઞાનની તાકાત કાઈ જુદી જ છે. આવા જ્ઞાનથી આત્માને જાણીને અનુભવમાં લીધા સિવાય બીજી રીતે ભવભ્રમણમાંથી જીવના છૂટકારો ય નહિ.
Jain Education International
૧૧૧
ખરેખર તે વિકલ્પ તે જ્ઞાન જ નથી, તેને તો અચેતન' કહ્યો છે, તેનામાં આનંદ પણ નથી;--તેનાથી આત્માના નિર્ણય કેમ થાય ? આત્માને જાણનારુ જ્ઞાન તા સ્વાનુભવની લહેરવાળુ છે, આનદરૂપ છે; તે સ્વસ`વેદનથી ‘ સીધુ ' આત્માને પ્રત્યક્ષ કરે છે. ‘ સીધુ’’એટલે વિકલ્પને વચ્ચે રહેવા દેતું નથી....સીધું આત્મામાં તન્મય થાય છે. આવા જ્ઞાન વગર મેાક્ષ થાય નહિ,
6
અહા, આત્માના પરમસ્વભાવમાં સ્થિત સતા, હથેળીમાં આત્મા બતાવે છે કે અરે જીવ! તું તે તારા હાથમાં જ છેને ? તારા આત્મા કાંઈ તારાથી દૂર નથી, તારા જ્ઞાનમાં જ તે વસી રહ્યો છે. તારા આત્મા વિકલ્પમાં નથી, દેહમાં નથી, જ્ઞાનમાં છે; ને અતર્મુખ જ્ઞાનવડે તે સતત સુલભ છે. અરે, પેાતાને આત્મા પેાતાને સુલભ ન હાય એ કેમ બને? જેનુ પ્રગટ અસ્તિત્વ છે તેની નાસ્તિ કેણુ કહે? અતસુ ખ થઈ ને પેાતાના અસ્તિત્વને માને, ને સ્વાનુભવથી જાણે ત્યારે ભવપાર પમાય છે. આવે અનુભવ કરનારા ધમી જીવા કાઈ વ્યવહારમાં ફસાયેલા હાતા નથી, બધાય વ્યવહારથી તે મુક્ત છે, છૂટા છે. અભેદ આત્મઅનુભૂતિમાં કઈ ગુણભેદ પણ નથી ત્યાં બીજા વ્યવહારના લંગરની શી વાત !
For Private & Personal Use Only
www.jainelibrary.org