________________
આત્મસાધન છે
1 ૧૦૧ ઉત્તર:–નહીં, શ્રાવકને કે મુનિને, આત્મામાં વસીને જેટલા રાગદ્વેષ છોડે તેટલો જ ધર્મ છે. રાગ તે ધર્મ નથી, વીતરાગતા તે જ ધર્મ છે. કેશને લેચ કરે ને હાથમાં પછી વયે પણ અંદરથી મિથ્યાત્વ ને રાગદ્વેષ છેડે નહિ, નિજાભામાં વસે નહિ–તેને જાણે પણ નહિ, તે એને ધર્મ ક્યાંથી થાય? ધર્મ તે તેને કહેવાય કે જેનું સેવન મોક્ષમાં લઈ જાય. જે સંસારની ચારગતિનાં દુખેથી છોડાવીને જીવને પંચમ તિરૂપ મોક્ષમુખ પમાડે-એવો ધર્મ કરવા માટે હે જીવ! તું અંતર્મુખ થઈને આત્મામાં વસ ને રાગ-દ્વેષથી દૂર ખસ. બસ, “સ્વમાં વસ ને પરથી ખસ.'
આત્મા કે? કે સિદ્ધ ભગવાન . જેમાં શરીર નથી, કર્મ નથી, રાગદ્વેષ નથી; વીતરાગી જ્ઞાન-આનંદથી ભરેલે ચૈતન્યપિંડ આત્મા છે, તેમાં જે વસે એટલે કે તેની સન્મુખ શ્રદ્ધા–જ્ઞાન કરીને એકાગ્ર થાય, તે જીવ ધર્માત્મા છે, જે જીવ શરીરમાં –કમમાં કે રાગમાં વસે છે –તેમાં પિતાપણું માને છે તેને ધર્મ કે મેક્ષ થતો નથી. શુભરાગમાં કાંઈ એવી તાકાત નથી કે જીવને મોક્ષમાં લઈ જાય. –જીવને મેક્ષમાં લઈ જવાની તાકાત તે વીતરાગભાવરૂપ ધર્મમાં જ છે.
પ્રશ્નઃ-શુભરાગથી અડધે માર્ગ તે કપાય ને?
ઉત્તર–ના શુભરાગ તે માર્ગ જ ક્યાં છે? એ તે સંસારને માર્ગ છે. શુભરાગને જે મોક્ષમાર્ગ માને તે જીવ મોક્ષના માર્ગમાં આવ્યું જ નથી, પછી માર્ગ કપાવાની વાત ક્યાં રહી?—એ તે સંસારમાગે છે. ચૈતન્યસ્વભાવમાં વસવું તે જ સિદ્ધપદનો માર્ગ છે; પ્રથમ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરતાં જ અડધો માર્ગ કપાઈ જાય છે; ને પછી તે સ્વભાવમાં લીન થઈને પૂર્ણ વીતરાગ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ પમાય છે.
ભગવાને આ ધર્મ કહ્યો છે, તેને હે જીવ! તું ભક્તિપૂર્વક આરાધ. [૪૭-૪૮]
જીવને કેમ સંસારને કેમ મેક્ષ? ‘વિષયના પ્રેમથી ભવમાં ભટકીશ.” “આત્માના પ્રેમથી પરમાત્મા થઈશ.”
आउ गलइ णवु मणु गलइ णवि आशा हु गलेइ । मोहु फुरइ णवि अप्प-हिउ इम संसार भमेइ ॥४६॥ जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ । जोइउ भणइ हो जोइयहु लहु णिवाणु लहेइ ॥५०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org