________________
૧૦૦ ]
ધર્મ...તે
ક્યાં છે? ને
[ ગસાર–પ્રવચન : ૪૭-૪૮ ક્યાં નથી?
धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था-पिच्छियई। धम्मु ण मढिय-पएसि धम्मु ण मत्था-लंचियई ।। ४७ ।। राय-रोष बे परिहरिवि जो अप्पारण वसेइ । सो धम्मु वि जिण-उत्तियउ जो पंचम गइ इ ॥४८ ।। શાસ્ત્ર ભણે મઠમા રહે, શિરના લૂંચે કેશ; રાખે વેશ મુનિતણે, ધર્મ ન થાયે લેશ. (૪૭) રાગ-દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવર–ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. (૪૮) ધર્મ કાંઈ શાસ્ત્ર ભણવાથી નથી થ; ધર્મ પિથી કે પછી વડે નથી થ; ધર્મ મઠમાં પ્રવેશથી કે મઢીમાં રહેવાથી નથી થતું, તેમજ ધર્મ માથાના લેચથી પણ નથી થતો.
–તે કઈ રીતે ધર્મ થાય છે? –રાગદ્વેષ બંને છોડીને નિજાત્મામાં જે વસે છે તેને જ જિનભગવાને ધર્મ કહ્યો છે, ને તે ધર્મ જીવને પંચમ ગતિમાં લઈ જાય છે, – સિદ્ધગતિ પમાડે છે.
જુઓ, આ રાગદ્વેષ વગરનો, મેક્ષના કારણરૂપ ધર્મ. આ સિવાય શુભરાગની કિયાએ પણ મેક્ષનું કારણ નથી.
પ્રશ્ના-શુભરાગથી ક્ષેત્રવિશુદ્ધિ તે થાય છે?
ઉત્તર–એકલું ખેતર ખેડીને બેસી રહે પણ અંદર જે બીજ વાવે નહિ તે શું કામનું ? એમાં કાંઈ અનાજ તે ન પાકે. તેમ ચૈતન્યસ્વરૂપ આત્માના અનુભવરૂપ બીજ વગર એકલા શુભભાવ કરે તેથી કાંઈ મેક્ષફળ કે સમ્યકત્વાદિ પાક પાકે નહિ–બહ તે દેવગતિરૂપી ઘાસ પાકે. ઘાસ તે ઢેરને ખોરાક છે ! મનુષ્ય તો અનાજ ખાય; તેમ અજ્ઞાની પુણ્ય-રાગનો ભેગવટો કરે છે, જ્ઞાની તો ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ભગવે છે.–તે ભેગવટો કાંઈ પુણ્યરાગ વડે નથી થતું, આત્મજ્ઞાન વડે થાય છે. ' અરે જીવ! તે વનમાં વસીને, મસ્તક મૂડીને કે શાસ્ત્ર ભણીને શું કર્યું? આત્માને તે જાણ્યો નહિ, રાગ-દ્વેષને તે છેડયા નહિ, તે તને ધર્મ ક્યાંથી થાય? ધર્મનું ધામ એટલે કે “ધી” તે આત્મા પોતે છે, તે ધમીમાં વસવું તે ધર્મ છે. ધમાંથી બહારમાં બીજે ક્યાંય ધર્મ નથી.
પ્રશ્ન:–રાગથી મુનિને ધર્મ ન થાય, પણ શ્રાવકને તે થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org