________________
આત્મસંબોધન |
[ ૯૯ શુદ્ધ ચૈતન્યરસ.. પરમ શાંતરસ આત્મામાં ભર્યો છે, ભેદજ્ઞાન-અંજલિ વડે તે ધર્મરસનું પાન કર....તે બધા રોગ મટી જશે....શરીર જ નહિ રહે,–પછી રોગ કે ને જન્મ-મરણ કેવા ? ધર્મરસના સેવનથી તું સિદ્ધપદ પામીને અજર-અમર થઈ જઈશ.
હે જીવ! ભવરોગ એટલે મિથ્યાત્વ અને કષાય, તે મટાડવા માટે વિતરાગદેવની આજ્ઞા સમાન કે પથ્ય નથી, જ્ઞાની ગુરુ સમાન કેઈ વૈદ્ય નથી ને આત્મસન્મુખ વિચાર–ધ્યાન જેવું કંઈ ઔષધ નથી. ઉપગને અંદર જોડીને આવા ધર્મઔષધનું પાન કરતાં તારી આત્મબ્રાંતિ ટળશે ને તને આત્મશાંતિ મળશે. અનાદિને ભયંકર ભવોગ મટાડવાનો તને અત્યારે અવસર મળ્યો છે, તે ધર્મઔષધિનું બરાબર સેવન કરીને તારા ભવરોગને મટાડ.
| હવે, આ ધર્મ કેમ ન થાય, ને કેમ થાય? તે બંને વાત કહેશે.]
એક બુદ્ધિમાન માણસ....મૂરખ બની ગયે. અંધારામાં માણસ જે આકાર છે દેખીને તેની સાથે વાત કરવા લાગ્યા તેની સાથે પ્રેમ કરે, વળી તે ન બોલે એટલે ખીજાય....એમ રાગ-દ્વેષ કરી કરીને આખી રાત દુઃખી થયો.તેમ જ્ઞાનસ્વરૂપ આત્મા...અજ્ઞાની બને....તે અજ્ઞાનને લીધે જડ શરીરને પિતાનું માની બેઠક શરીરના સુખે હું સુખી, ને તેના દુખે હું દુઃખી; હું બેલું, હું ખાઉં... હું જન્મ...મરું..એમ શરીરની જ ચેષ્ટાને પોતાની માનીને તે દુઃખી થયો.
પછી શું થયું? તે સાંબળે!
પછી જરાક પ્રકાશ છે ને કેઈએ તેને સમજાવ્યું : અરે મૂરખ ! આ છે ક્યાં માણસ છે? આ તે ઝાડનું ઠુંઠું છેબસ, તે જ્ઞાન થતાં જ બુદ્ધિમાન માણસ સમજી ગયા કે અરે ! આ ઝાડના કુંઠાને માણસ સમજીને મેં અત્યાર સુધી ખાલી મહેનત કરી. તેમ જ્ઞાનસૂર્ય ઊગતાં આત્માને ભાન થયું કે, અરે ! આ શરીર તે જડ છે; હું ચેતન છું. શરીરની ખાવું-પીવું બોલવું વગેરે ચેષ્ટાને આ મારી માનીને, તેમાં રાગ-દ્વેષ કરીને હું અત્યાર સુધી નકામો દુઃખી થયે. હવે તે દેહથી ભિન્ન પિતાનું ચૈતન્યસ્વરૂપ જાણીને, ચિતન્યમય ચેષ્ટા વડે તે જીવ સુખી થયે. . આ રીતે અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે, ને ભેદજ્ઞાનથી જીવ સુખી થાય છે. -
[ સમાધિશતક દેહા ૨૧-૨૨ | હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org