________________
આત્મસંબોધન !
[ ૯૭ –આવા પ્રકારને વ્યવહાર જ્ઞાનીને હોય છે, પણ આત્માને તો તે પિતાના અંતરમાં દેખે છે, બહારમાં કે રાગમાં નથી શોધતા. ભાઈ, તારે જ્ઞાની થવું હોય ને ભવથી પાર થવું હોય તે તું પણ અંતરમાં પોતાના આત્માને જિન સમાન દેખ.
ભગવાનની મૂર્તિ સામે જોઈને બેસી રહે ને એવી આશા રાખે કે જાણે હમણાં ભગવાન બોલશે...કે દર્શન દેશે! પણ ભાઈ, ત્યાં ક્યાં ભગવાન બેઠા છે !! સર્વજ્ઞ પરમાત્મા તે વિદેહમાં બેઠા છે; અને તેમના જેવા તારા પરમાત્મા તારી અંદર બેઠા છે; તેમાં નજરને એકાગ્ર કરીને દેખ, તે ક્ષણમાં તને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ને મહા આનંદ સહિત તું મોક્ષને સાધીશ.
જેમ ગીરનાર વગેરે તીર્થમાં જતાં નેમિનાથ ભગવાન યાદ આવે કે અહીં ભગવાને દીક્ષા લીધી, અહીં આત્મધ્યાન કરીને કેવળજ્ઞાન પામ્યા ને અહીંથી મોક્ષ પધાર્યા. એમ પોતાના જ્ઞાનના સામર્થ્યથી તેમને યાદ કરીએ છીએ, પણ કાંઈ અત્યારે તે ભગવાન પોતે ગીરનારમાં બિરાજતા નથી, તે ભગવાન તે સિદ્ધાલયમાં પહોંચી ગયા છે. પણ સ્થાપના -નિક્ષેપ દ્વારા જ્ઞાનમાં તેમને યાદ કરીએ છીએ, –એવો વ્યવહાર છે.
આત્મામાંથી જ પરમાત્માપણું આવે છે” એવો પરમાર્થ જાણનારા આ જગતમાં વિરલા જ હોય છે. –જગત ભલે ન જાણે પણ જિનરાજ અને જ્ઞાની અને તે તે વાત જાણે છે કે પ્રસિદ્ધપણે બતાવે છે. (“હા મથી ના ના હૈ...નાનત હૈ ગિન')
ઉપાદાન-નિમિત્તના સંવાદમાં, નિમિત્ત કહે છે કે હે ઉપાદાન ! મને તે આખું જગત જાણે છે, પણ તું –ઉપાદાન કેણ છે તેનું નામ પણ જગત જાણતું નથી.
ત્યારે ઉપાદાન જવાબ આપે છે કે અરે નિમિત્ત ! જગતના અજ્ઞાની લેકે ન જાણે તેથી શું થયું? –કાર્ય ઉપાદાન-શક્તિથી જ થાય છે એ વાત સમ્યગ્દષ્ટિ જીવ અને જિનરાજ તે જાણે છે. તેમ અહીં, મેક્ષના શુદ્ધ ઉપાદાનરૂપ પરમાર્થ જીવનું સ્વરૂપ જાણનારા જ બહુ થોડા છે; સંસારનો મોટો ભાગ પરમાર્થ સ્વરૂપથી દૂર છે, પરમાર્થ આત્માને અનુભવ કરનારા જ બહુ જ થોડા છે. પણ તેથી શું થયું? પોતે અંતરમાં પરમાર્થ આત્માનો અનુભવ કરી લે તે પોતે સંસારથી છૂટી જાય છે.
હે જીવ! તને ભવદુઃખને ડર લાગ્યો હોય ને મિક્ષસુખની અભિલાષા જાગી હોય તેનું અંતરમાં તારા ભૂતાર્થ સ્વભાવને પરમાત્મસ્વરૂપે દેખતે માટે આ સંબંધન છે.
[ આ રીતે દોહા ૪૧ થી ૪૫ સુધીમાં પરમાર્થ ભગવાન” ક્યાં છે ને કેવા છે તે બતાવ્યું. હવે, તેવા ભગવાનને જાણીને તું ધર્મ રસાયનનું પાન કર –જેથી તારે ભવરોગ મટે –એમ કહેશે. ]
(૪૧-૪૫)
આ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org