________________
આત્મસંબોધન ]
મંદિર છે, મૂર્તિ છે, પૂજા-ભક્તિ છે, શુભરાગ છે, વ્યવહાર છે–એ તે બધી ખબર છે, લેકો પણ તે તે જાણે છે, પણ અહીં તે જેને જાણવાથી મેક્ષ પમાય ને ભવદુઃખથી આત્મા છૂટે એવા પરમાર્થ સ્વરૂપની વાત સંતે તને સમજાવે છે.
જિનમંદિરમાં જઈને ભગવાન સામે અવાજ કરે કે “તમે ચૈતન્ય ભગવાન છે.” ત્યાં સામેથી એ જ પ્રતિધ્વનિ આવે છે કે “તમે ચૈતન્ય ભગવાન છે. એટલે કે હે જીવ! ભગવાનને તું તારામાં શેધ...તારા ભગવાન તારી અંદર બેઠા છે. જ્ઞાની જાણે છે કે “મેરે પ્રભુ નહીં દૂર-દેશાંતર...મહિમેં હૈ. મોહે સૂઝત અંદર.” સર્વજ્ઞ પરમાત્મા જિનવરદેવ પ્રત્યે મુમુક્ષુ જીવને –આત્મજ્ઞાનીનેય ભક્તિના ભાવ તે આવે જ, તેમનાં દર્શન-પૂજન-આદર-સત્કાર-ચિન્તન વગેરે બધુંય કરે, પણ તે જ વખતે અંતરમાં જાણે કે આવું પરમાત્માપણું મારા સ્વભાવમાં છે, ને તેમાં એકાગ્ર થતાં તે પ્રગટ થશે.
અરેરે, લોકો કેવા ભૂલ્યા છે કે...પિતામાં પરમાત્માપણું ભર્યું હોવા છતાં તેને દેખતા નથી ને રાગ પાસે ભીખ માંગે છે કે તું મને ભગવાનપણું આપ! –વિષયને ભિખારી થઈને તેની પાસે પણ ભીખ માંગે છે કે તમે મને સુખ આપે ! –એલા મૂરખ ! તારામાં તે જે...મહાન સુખના ભંડાર તારામાં ભર્યા છે છતાં બીજા પાસે માંગતા તને શરમ નથી આવતી? રાગમાં ને વિષયમાં સુખ છે ય કયાં....કે તને આપે! ભગવાન થઈને મફતને ભીખ માંગ મા!
બહારમાં ભગવાન નથી.તે, અંતરમાં ભગવાન છે તેને કેવી રીતે દેખવા? – કહે છે કે સમચિત્તવાળો થઈને દેખ. સમચિત્ત એટલે રાગદ્વેષ વગરને ઉપયોગ, એવા ઉપયોગ વડે અંદરમાં તારા આત્માને દેખ....તને તારામાં જ ભગવાન દેખાશે. ઉપગને બહારમાં ભમાવતાં સમચિત્ત નથી રહેતું, રાગદ્વેષરૂપ વિષમતા થાય છે. જેણે આ રીતે
સમચિત્ત” થઈને ચૈતન્યમૂર્તિ આત્મદેવને પિતાની અંદર દેખી લીધા, તેને પછી દેહની ક્રિયામાં કે શુભરાગમાં ક્યાંય મમત્વ નથી રહેતું તે હોય તે પણ તેને તે મેક્ષનું સાધન માનતા નથી. આવા પરમાર્થ આત્માના અનુભવ વગરના જ સાચા મેક્ષને તે જાણતા નથી, ને પુણ્ય તે સંસારને હેતુ હેવા છતાં તેને તેઓ મોક્ષનો હેતુ માને છે. –
પરમાર્થ બાહ્ય જીવો અરે, જાણે ન હેતુ મોક્ષને;
અજ્ઞાનથી તે પુણ્ય ઈ –હેતુ જે સંસારને.” –પુણ્યરાગ તે સંસારને હેતુ છે, તેના વડે કદી મેક્ષ પમાતે નથી –એમ ગીજને કહે છે. અંતરંગ શુદ્ધિ વગર બહારના શુભ-આચરણથી દેહની ક્રિયાથી મોક્ષની આશા કરવી તે તે રેતીને પીલીને તેલની આશા કરવા જેવું નિરર્થક-મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org