________________
આત્મસંબોધન ]
તીર્થ મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણુતા, દેહ-દેવળમાં દેવ. (૪૫) જેની પાસે મહાન રિદ્ધિ-સિદ્ધિ હોય એ રાજા-મહારાજા વગેરે મહાપુરુષ, જે હાથમાં રત્નજડિત શકેરૂં લઈને ભીખ માંગવા નીકળે, તે તે જોઈને લોકો હસે છે....કે અરે ! મોટો રાજા થઈને ભીખ માંગે છે! તેમ અહીં યોગીરાજ કહે છે કે અરે, આશ્ચર્યની વાત છે કે–અહીં આ દેહદેવળમાં જ ભગવાન આત્મા પોતે જિનદેવ બિરાજે છે, છતાં કે તેને બહારના દેવાલયમાં શેધે છે! પ્રભુ પિતે પિતાને શોધી રહ્યો છે !! જ્ઞાની તે જાણે છે કે મારો ચૈતન્યદેવ મારાથી દુર નથી, બહાર નથી, મારામાં જ છે,
હે ભાઈ! તું સમચિત્ત થઈ, મધ્યસ્થ ભાવથી આ વાત સમજ કે શિલામાં, લેપમાં કે ચિત્ર વગેરે પુદગલ-પર્યાયમાં, ચિત પ્રભુને વાસ નથી. જિનદેવ જે પિતાને આત્મા અહીં જ શરીરની અંદર બિરાજે છે. જગતના લેકે તેને બહારના તીર્થો અને મંદિરમાં શોધે છે, જ્ઞાની તેને શુદ્ધ ઉપયોગ વડે પોતાની અંદર જ દેખે છે.—પણ એવા આત્મજ્ઞાની છે વિરલા જ છે.
જુઓ, આ દેહાના પરમાર્થ ભાવને સમજ્યા વગર કોઈ તેને વિપરીત આશય સમજીને એમ કહે કે જૈનધર્મમાં મૂર્તિપૂજા વગેરે વ્યવહાર નથી, તે તે વાત બરાબર નથી. જે જીવ પોતાના સ્વાનુભવમાં રહી શકે તેને તે બાહ્યલક્ષ કે બાહ્ય–આલંબન છૂટી જાય છે; પણ જેનો ઉપયોગ અંદર સ્થિર રહેતું નથી ને ચંચળ થઈને બહારમાં તે ભમે જ છે, –ને તેને વિષય-કષાયેની બીજી પાપ પ્રવૃત્તિઓ કરતાં, દેવદર્શન વગેરે શુભ પ્રવૃત્તિ હોય છે અને ત્યાં મૂર્તિપૂજા વગેરે વ્યવહાર હોય છે. જેનસિદ્ધાન્તમાં નિક્ષેપ ચાર પ્રકારના કહ્યા છે– નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ; તે ચારે નિક્ષેપદ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે જે સ્થાપના-નિક્ષેપને ન માને તે તે સંબંધી પિતાના જ્ઞાનને જ નિષેધ થઈ જાય છે. તેમજ “સ્થાપનાને જ “ભાવ” (અસલી વસ્તુ) સમજી લે તે પણ ભૂલ છે.
“ભાવનિક્ષેપ' એટલે અસલી ભાવવાળી મૂળવતુ, તેને જાણ્યા વગર, બીજામાં તેની સ્થાપનાને ખરે નિક્ષેપ થઈ શક્તા નથી. સાચે હાથી જાણ્યો હોય તે જ બીજામાં તેની સ્થાપના કરી શકે પણ સ્થાપનાના હાથીને સાચે જ હાથી માનીને તેના ઉપર સવારી કરવા જાય...તે શું તે હાથી ચાલે? એક પગલુંય ન ચાલે તેમ સાચા ભગવાનને (જ્ઞાનસ્વભાવી આત્માને) એળખ્યા વગર, બાહ્યલક્ષે મેક્ષમાર્ગમાં એક પગલુંય ચાલી શકાય નહીં, સાચા ભગવાનને ઓળખતો હોય તે જ મૂર્તિ વગેરેમાં તેની સ્થાપના કરી શકે. અને તેનેય ખ્યાલ છે કે આ મૂર્તિમાં તે ભગવાનની માત્ર સ્થાપના છે; સાચા ભગવાન તે જ્ઞાનસ્વરૂપમાં તન્મયષણે બિરાજમાન આત્મા છે. તેના લક્ષ માટે ને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org