________________
આત્મસ બેધન ]
{ ૯૧
ૐ ભાઈ ! જિનમંદિરમાં કે સિદ્ધક્ષેત્ર વગેરે તીર્થાંમાં ભગવાનની સ્થાપના છે—એ ખરૂ'; પણ ચૈતન્યભાવરૂપ પરિણમેલા ભગવાન કઈ ત્યાં નથી, તે ચૈતન્યદેવ તે। દેહમંદિરની અંદર બિરાજે છે—એમ નિશ્ચયદૃષ્ટિથી તું જાણું.
મૂર્તિમાં ભગવાનની સ્થાપના છે પણ મૂર્તિ પાતે ભગવાન નથી. તેમાં જેમની સ્થાપના છે તે ખરા ભગવાન એટલે કે ભાવનિક્ષેપરૂપ ભગવાન સઽપરમાત્મા તે સમવસરણમાં બિરાજે છે-તે છે; અને તે ભગવાન પણ તને ખરેખરા સ્વરૂપે કયારે દેખાશે ?–કે જ્યારે તું અંતર્મુ ખ થઈને આ દેહમ`દિરમાં બિરાજમાન પેાતાના જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યદેવને સ્વાનુભવથી દેખીશ. સ્વ-પરમાત્માને દેખીશ ત્યારે જ બીજા પરમાત્મા કેવા છે તેને તુ એળખીશ; અને ત્યારે જ તને ખબર પડશે કે મૂર્તિમાં જેની સ્થાપના છે તે દેવ કાણુ છે, કેવા છે, ને કયાં રહેલા છે ?
૫૦૦ ધનુષના સીમંધર પરમાત્મા આ પાંચધનુષના મદિરમાં કઈ રીતે બિરાજે ? તે તેા સમવસરણ વચ્ચે ૫૦૦ ધનુષના દેહમંદિરની અદર, પેાતાના સર્વજ્ઞસ્વરૂપમાં તન્મયપણે બિરાજે છે. ત્યાં પણ બહારની આંખથી તે તું તેમના સુંદર શરીરને દેખીશ, -તે કાંઈ સાચા ભગવાન નથી; સાચા ભગવાન તે। તને ત્યારે જ દેખાશે કે જ્યારે અંતરના જ્ઞાનચક્ષુને ખેાલીને પેાતાના ભગવાનને દેખીશ. (સમયસાર ગા. ૩૧ માં કુંદકુંદસ્વામીએ એ વાત બહુ સરસ રીતે સમજાવી છે. અત્યંત પ્રિય એવી તે ગાથાના ભાવે નું ઘાલન, મુંબઈ-ઇસ્પિતાલમાં અ`તિમ દિવસેામાં પણ ગુરુદેવ ખૂબ ભાવપૂર્વક કરતા હતા.)
મદિર-મૂર્તિ કે તીમાં સ્થાપના દ્વારા પણુ, યાદ તા કરવાના છે સર્વાંન-વીતરાગ ભાવરૂપ પરમાત્માને; અને તે પરમાત્માદ્વારા પણ પેાતાના તેવા પરમાત્મસ્વભાવને લક્ષમાં લેવાના છે. પેાતાના પરમાત્માને ભૂલીને એકલા બહારમાં જ જોયા કરે તેા મેાક્ષમાગ હાથમાં આવે તેમ નથી, ને ભગવાનનું પણ સાચુ' સ્વરૂપ એળખાય તેમ નથી.
જિનમ`દિરમાં દર્શીન-પૂજન કરવા કે સમ્મેદશિખર–ગીરનાર-શત્રુંજય વગેરે તીર્થાંની યાત્રા કરવી, તે કાંઈ અજ્ઞાન કે મિથ્યાત્વ નથી; તેમાં તે મેક્ષગામી સિદ્ધોનું ને મુનિવરોનું સ્મરણ છે; જ્ઞાનીને પણ તેવે ભાવ આવે છે, પણ તેની મર્યાદા તે જાણે છે. જેમ સ્થાપનાના –ચીતરેલા કે કેતરેલા હાથી હાય, તેના ઉપર બેસીને કાંઈ પાંચ ગાઉને મારગ ન કપાય; તેમ બહારના તીમાંથી કે મૂર્તિમાંથી આત્મા કે સમ્યગ્દર્શનાદિ મેક્ષમાગ ન મળે; મેાક્ષમાગ તા અંતરમાં બિરાજમાન આત્મદેવ પાસેથી જ મળે છે એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાની તે આત્મદેવને ભૂલીને, જાણે બહારમાંથી ને રાગમાંથી આત્માના ધમ મળી જશે એમ માને છે. તે મિથ્યામાન્યતા છેડાવવા ને અંદરનું આત્મસ્વરૂપ બતાવવા આ વાત સમજાવી છે; કાંઈ જિન-પૂજન કે તીર્થયાત્રા વગેરેના નિષેધ નથી કર્યાં.—તેમાં શુભરાગ છે; આત્માના અનુભવરૂપ ધર્મ તેનાથી જુદી ચીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org