________________
૯૨ ]
[ ગસાર–પ્રવચનઃ ૪૩-૪પ કેઈ કહે કે-કુતીર્થોમાં જવાથી તે ધર્મ ન થાય પણ સુતીર્થોમાં જવાથી તે ધર્મ થાય. તે કહે છે કે હે ભાઈ! આત્માના જ્ઞાન વગર કોઈને ધર્મ કે મોક્ષ થત નથી, ને ભવને અંત આવતે નની.
જ્ઞાનસ્વરૂપી ભગવાનને ઓળખ્યા વગર તું પૂજન કોનું કરીશ ને ધ્યાન કેનું ધરીશ? મૂર્તિ સામે બહારમાં જોયે કાંઈ આત્મઅનુભવ નથી થતે અંતર્મુખ થઈને. આત્મામાં નજર કર્યો જ સમ્યગ્દર્શન ને સ્વાનુભવ થાય છે. –આ રીતે અંતર્મુખી સ્વાનુભવ કરાવવા આ ઉપદેશ છે. કાંઈ ભગવાનના દર્શન-પૂજનના નિષેધ માટે આ વાત નથી. ગૃહસ્થ-શ્રાવક કાંઈ આખો દિવસ આત્મચિંતનમાં રહી શકતા નથી, બીજી અશુભ પ્રવૃત્તિ છોડીને તે દરરોજ દેવદર્શન-પૂજન-સ્વાધ્યાયાદિ કરે છે, ને તે તેનું હંમેશનું કર્તવ્ય કહ્યું છે. ભગવાનના દર્શન વડે અંદરમાં તે પોતાના ઇષ્ટને યાદ કરે છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલે આત્મા પોતે ખરેખર ભાવ-તીર્થ છે, તે પોતે રત્નત્રયવડે સંસારને તરે છે. સંસારથી તરીને જે કઈ છે મોક્ષમાં ગયા....જાય છે.... ને જશેતે બધાયે આત્માને અંતરમાં દેખે કે બહાર? અંતર્મુખ આત્માનું અવલોકન કરી કરીને જ બધાય છે મોક્ષ પામ્યા છે. હે ભવ્ય! મેક્ષને માટે તું પણ આત્મદેવને અંતરમાં દેખ. તેને દેખ્યા વગર બહારના તીર્થોની યાત્રા કયે પણ ભવસમુદ્રથી તરાતું નથી... પુણ્ય બંધાય છે પણ ભવભ્રમણ તે ચાલુ જ રહે છે. માટે ફરી ફરીને કહે છે કે હે જીવ! અંતરમાં આત્માને દેખ. બીજે આમા શેધ મા!
-૪૨,
અરે જીવ! ચૈતન્ય-દેવ તું પિતે છે...બહારમાં કાં શેાધે છે ?
देहा-देवलि देउ जिणु जणु देवलिहिं णिएइ । हासउ महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ॥४३॥ मूढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति ।। देहा-देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ॥४४।। तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ । देहा-देवलि जो मुणइ सो बहु को वि हवइ ॥४५॥ દેહદેવળમાં દેવ જિન, જન દેરે દેખંત; હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમત. (૩) નથી દેવ મંદિર વિષે, દેવ ની મૂર્તિ ન ચિત્ર દેહ-દેવળમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. (૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org