________________
૯૪ ]
" [ સારપ્રવચન : ૪૩-૪૪-૪૫ એકાગ્ર થવા માટે આ બાસ્થાપના તે નિમિત્ત .
આ રીતે મૂર્તિને દેખતાં અંદરના ભગવાનને ધમી જીવ યાદ કરે છે; અજ્ઞાની તે અંદરના ચૈતન્યભગવાનને ભૂલીને મૂર્તિમાં ને રાગમાં જ રોકાઈ જાય છે. તેને કહે છે કે અરે મૂરખ ! તારા આ દેહદેવળમાં એક મોટા દેવ બિરાજે છે, જેવા ભગવાનને તું બહારમાં શોધે છે તેવા જ તારા અંતરમાં બિરાજે છે. તેના દર્શન તે કર ! તેને દેખીને હે ચિતન્ય! તું પિતે જિનપ્રતિમા થા ! તારા નિજ-મંદિરમાં ચૈતન્યદેવને દેખતાં તું ભવને પાર પામીશ. પરસન્મુખ જે કાંઈ નહીં વળે.
પ્રશ્ન –સ્થાપના-નિક્ષેપમાં, મૂર્તિમાં ભગવાનનો નમૂનો તે છે ને?
ઉત્તર :–આત્મા તો અહીં છે કે ત્યાં? આ આત્માને એક્કય ગુણ કાંઈ ત્યાં નથી. સ્થાપના દેખીને, તારા જ્ઞાનને લંબાવીને તું ભગવાનને ભલે યાદ કર, પણ તે ભગવાનના આત્માના કેઈ દ્રવ્ય-ગુણ કે પર્યાય કાંઈ સ્થાપનાની વસ્તુમાં આવતા નથી. જ્યાં ખરેખર આત્મા નથી તેમાં શોધે તે આત્મા ક્યાંથી મળે ! પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ-અનુભૂતિ અહીં પિતામાં જ થાય છે કે ત્યાં બહારની વસ્તુમાં? આત્માની પ્રાપ્તિ-અનુભૂતિ અહીં પિતામાંથી જ થાય છે, બહારમાં પર સામે જોઈને તે નથી થતી. બહારમાં ભગવાનના દર્શન-પૂજન-સ્તવનનો ભાવ ધામત્માનેય હોય, તે પુણ્યબંધનું કારણ છે; તે પાપનું કારણ નથી, તેમજ મેક્ષનુંય કારણ નથી. મેક્ષ તે પિતાના વીતરાગસ્વભાવની સન્મુખના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જ થાય છે...આમ જૈનશાસનમાં કહ્યું છે.
પ્રશ્નઃ-મૂર્તિ વગેરેને દેખતાં આત્માનું સ્મરણ તે થાય છે?
ઉત્તરઃ—જેને પહેલાં આત્માના અવગ્રહ-ઈહા-અવાય ને ધારણા થયા હોય એટલે કે સ્વસમ્મુખ થઈને તેનું સ્વરૂપ જાણ્યું હોય તેને પછી તેનું સ્મરણ થાય. પણ જાણ્યા વગર સ્મરણ કનું? આત્માને સાચે નિર્ણય તે અંદરમાં સ્વલક્ષે પોતામાં ઉપયોગ મૂકીને થાય છે. બહારમાં પરના લક્ષે કાંઈ આત્માને નિર્ણય થતું નથી. જ્ઞાની મૂર્તિને જોઈને આત્માને યાદ કરે છે પણ તે અહીં પિતામાં (જયાં સ્વાનુભવથી આત્માને દેખ્યો છે ત્યાં) યાદ કરે છે; કાંઈ મૂર્તિમાં પોતાનું અસ્તિત્વ નથી દેખતા. જેમ મૂર્તિમાં મુનિરાજની સ્થાપના હોય ને તેને કાંઈ પ્રશ્ન પૂછો તે તે મૂર્તિ કાંઈ પ્રશ્નનો જવાબ નથી દેતી, કેમ કે તેમાં કાંઈ સાક્ષાત ભાવ-મુનિ બેઠા નથી, સ્થાપના છે; તેમ બહારમાં મૂર્તિ વગેરેમાં આત્માની સ્થાપના છે, શાસ્ત્રોમાં “આત્મા” લખેલે છે, પણ ભાવરૂપ સાચે ભગવાન આત્મા તે અહીં પિતામાં જ્ઞાન આનંદ સ્વરૂપની અંદર તન્મયપણે રહેલે છે, તેની સામે જઈશ તો તે તને જવાબ આપશે–એટલે કે આનંદને અનુભવ દેશે.
ભાઈ! આ તે વીતરાગી સંતેના મોક્ષ માટેના રણકાર છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org