________________
૭૦ ]
| [ યોગસાર-પ્રવચન : ૨૫ કરો સોનગઢ પાસેના ગામે નાટક જોવા ગયેલે રાત્રે કેઈએ તેના ચાંદીના બટન લૂંટી લઈને તેને કૂવામાં નાંખે...વામાં પાણી ન હતું, સામે મેટો સાપ ફેણ માંડીને બેઠેલે..... એવી સ્થિતિમાં ભયભીતપણે તેણે કાળ ગાળ્યો.પણ, ચારગતિના ઘેર દુઃખે પાસે એ તો કાંઈ હિસાબમાં નથી. ભાઈ તે રાગનો ને વિષયને પ્રેમ કરી કરીને ભવના કારણને સેવ્યું ને દુઃખી થયે, –એ તે બધું અસાર છે. મેક્ષનું કારણ રાગ વગરનું છે, અંતરમાં ઉપયોગ જોડીને તેનું સેવન તે કદી ન કર્યું. પાપ-પુણ્ય અનંતવાર કરવા છતાં સમ્યગ્દર્શન ન થયું; માટે હે જીવ! તું ચકકસ જાણ કે પુણ્ય-પાપ વડે સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન તે મોક્ષનો ભાવ છે; ને પુણ્ય–પાપ તે સંસારના ભાવ છે, તેના આશ્રયે મેક્ષનો ભાવ કેમ પ્રગટે? અને સમ્યગ્દર્શન વગર તે ભવદુઃખ કઈ રીતે મટશે નહિ; માટે સ્વભાવ તરફ આવીને તું સમ્યક્ત્વને પ્રયત્ન કર....જેથી આ સંસારદુખેથી તારે છૂટકારો થાય. આ જગતમાં સમ્યકત્વસમાન જીવનું હિતકારી બીજું કઈ નથી, ને મિથ્યાત્વસમાન અહિતકારી બીજું કઈ નથી. -સમન્તભદ્રસ્વામીનું આ વચન છે –
ત્રણકાળ ને ત્રણલોકમાં સમ્યકત્વ–સમ નહીં શ્રેય ;
મિથ્યાત્વ–સમ અશ્રેય કો નહીં જગતમાં આ જીવને. સમ્યગ્દર્શન શ્રેયકારી છે, અને જ્ઞાન તથા ચારિત્ર પણ જે સમ્યકત્વ સહિત હોય તે જ તે જીવને શ્રેયકારી છે. જગતમાં સર્પથી, હળાહળ વિષથી કે સિંહ વગેરેથી તે કદાચ એકવાર મરણ થાય, પરંતુ મિથ્યાત્વના સેવનથી તે અનંતવાર જન્મ ને મરણ થાય છે, માટે મિથ્યાત્વ સમાન જીવનું કલ્યાણ કરનાર જગતમાં બીજું કંઈ નથી.—એમ જાણીને તેનું સેવન છેડો, ને સમ્યગ્દર્શનની આરાધના કરો. સમ્યગ્દર્શન મહા હિતકારી છે.
સમ્યકત્વ સહિત નરકવાસને પણ ભલે કહ્યો,-ખરેખર કાંઈ નરકવાસ સારે નથી, સારૂં તો સમ્યકત્વ છે; અને તે સમ્યકત્વ વગરના દેવળેકના વાસને પણ શ્રેયકર ન કહ્યો, કેમકે મિથ્યાત્વ સહિત જીવ દેવલોકમાંય શેભતો નથી, સુખ પામતું નથી. જીવને સમ્યગ્દર્શન થાય પછી, વ્રત ન હોય તોપણ, તેને હલકીગતિનું આયુ બંધાતું નથી; તેને અનંતસંસાર કટ થઈ જાય છે ને તે મોક્ષના માર્ગમાં દાખલ થઈ જાય છે – આવા સમ્યકત્વ વગર જ જીવ અત્યાર સુધી સંસારમાં દુઃખી થયો; માટે હવે સાવધાન થઈને તેની આરાધના કરો...એમ ઉપદેશ છે.
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org