________________
[ ૮૭
આત્મસંબોધન |
ભેદજ્ઞાનમાં “આત્મા દેહથી ભિન્ન” એટલું જ નહિ પણ “કેવળ ચિતન્યસ્વરૂપ” એકલા જ્ઞાનસ્વભાવે પૂરો આત્મા હું છું –એવા શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ થાય છે; (દેહ ભિન્ન ...કેવળ ચૈતન્યનું જ્ઞાન જે...) પછી મુનિદશા અને કેવળજ્ઞાન થઈને મેક્ષ થાય છે. જેને મેક્ષની ઝંખના હોય તેઓ આવા પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપી જ્ઞાયક આત્માને જાણો.
આવા આત્માના જ્ઞાન વિના બીજું ગમે તેટલું જાણપણું હોય તો પણ તે જ્ઞાન મોક્ષને માટે કામ આવતું નથી. તેથી તે ખરેખર જ્ઞાન નથી. જ્ઞાન તે તેનું નામ કે જે જ્ઞાનસ્વભાવી આત્માને દેખે. અંતરમાં જ્ઞાનસ્વભાવને જાણવારૂપ જે જ્ઞાનક્રિયા થાય છે તે જ મોક્ષની ક્રિયા છે; તે ક્રિયા આત્મામાં જ સમાય છે, બહાર નથી દેખાતી. આત્માના અસ્તિત્વથી બહાર બીજામાં આત્માની ક્રિયા કેમ હોય? સામાયિક વગેરે શાંતભાવરૂપ ક્રિયા. તે પણ આત્માની અંદર થાય છે, કાંઈ શરીરમાં સામાયિકાદિ ક્રિયા નથી થતી. અંદર જેની જ્ઞાનક્રિયા રાગથી જુદી છે – એવા જ્ઞાનસ્વભાવી આત્માને જાણીશ તે તે ક્રિયા વડે તું મોક્ષસુખને પામીશ. –માટે હે જીવ! આવા આત્માને તું જાણ.
( ૩૮-૩૯)
કરશું....કરશું....કરશું. * વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધમ કરશું એમ કહેતાં કહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે. ધમ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી? મુમુલુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલું કામ ધર્મનું...પહેલી ક્ષણ ધમની. * કરીશ..કરીશ” એમ કર માફ અત્યારે કરવા જ માંડ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org