________________
આત્મસંબંધન |
શુદ્ધાત્માનું
ધ્યાન ધર
ને...શીદ્ય ભવને પાર કરે
जइ णिम्मल अप्पा मुगहि छंडिवि सउ ववहारु । जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।। ३७॥
જે શુદ્ધાતમ અનુભવે, તજી સકલ વ્યવહાર;
જિન પ્રભુજી એમ જ ભણે, શીધ્ર થશે ભવપાર. (૩૭) જેણે સંસારની જેલમાંથી છૂટીને મુક્ત થવું હોય તેને માટે ત્રિલોકના સ્વામી સર્વિસ મહારાજાને આ હુકમ છે કે જેટલા પાશ્રિત અશુદ્ધ વ્યવહાર ભાવે છે તે બધાયને છોડ અને એક શુદ્ધ આત્માને જ આશ્રય કર...તેમાં જ ઉપગને સ્થિર કર. જો વ્યવહારની મમતા કરીશ કે બાહ્યભાવથી લાભ માનીશ તે....ભગવાનની આજ્ઞાને ભંગ થશે ને સંસારની જેલમાંથી તારો છૂટકારો નહીં થાય,
મોક્ષને માટે, વીતરાગી-સિહ સર્વજ્ઞપરમાત્માને આ સિંહનાદ છે, જગપ્રસિદ્ધ
છે કે નિજાત્માને ધ્યાને ને મોક્ષને પામે....વ્યવહારને આશ્રય છે ને પરમાર્થસ્વભાવને અનુભવ....એમ કરવાથી તમે શીધ્ર ભવપાર થશે. અહા, જે અનુભૂતિમાં “હું જ્ઞાયક છું” એટલે ગુણગુણભેદ પણ નથી રહેતે ત્યાં બીજા વ્યવહારના વિકલ્પની શી વાત! “હું સિદ્ધ સમાન છું' એવું સિદ્ધનુંય લક્ષ શુદ્ધાત્મધ્યાન વખતે રહેતું નથી.” તેમાં તે એક પિતે પિતાને જ અનુભવે છે. પોતાના સ્વતસ્ત્ર સિવાય બીજાને વિચાર(-પછી તે વિચાર સિદ્ધનો હોય તો પણ–) તે પરિગ્રહ છે, તે પરિગ્રહ હોય ત્યાં સુધી મોક્ષ માટે નથી. પિતાના શુદ્ધાત્માની એકની જ અનુભૂતિ તે જ ભવસાગરને તરવાની નૌકા છે. એ નૌકા પણ તું તેમાં બેસનારો પણ તું ને તેને નાવિક પણ તું. એવી સ્વાનુભૂતિ–નૌકામાં બેસીને શીધ્ર તું ભવસાગર તરી જાને મોક્ષપુરીમાં પહોંચી જા. (૩૭)
--જ છે.
નિ જાત્માને ધ્યા
મે લપુર માં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org