________________
૮૪ ]
[ ગસાર-પ્રવચન : ૩૫-૩૬ જીવ સિવાયનાં પાંચ પ્રકારનાં દ્રવ્ય તે અચેતન છે, જડ છે, તેનાથી જુદે સચેતનરૂપ પિતાને આત્મા તે જ પિતાને માટે સારરૂપ છે, તેને સ્વય બનાવતાં અતીન્દ્રિય સુખ વેદાય છે. માટે આવા સારભૂત એક આત્માને તું જાણ. આત્મા તે જગતમાં ઘણા છે, પણ તેમાં પરનું લક્ષ છોડીને એક પોતાના આત્માને જ ધ્યેય બનાવીને તેમાં એકાગ્રતાથી મેક્ષ પમાય છે. પ્રયત્ન પૂર્વક નવ તને જાણીને તેમાં પણ શુદ્ધ જ્ઞાયક-આત્માને સારભૂત જાણ, ને તેના ધ્યાન વડે સંવર-નિર્જરા-મોક્ષ પ્રગટ કરીને, આસવ-બંધ-પુણ્ય-પાપને દૂર કર. – આમ કરવાથી શીધ્ર ભવપાર પમાય છે.
શુદ્ધ જીવ ચેતન, તેમાં અચેતનનો અભાવ છે –તે શુદ્ધ જીવને ધ્યાવતાં આસવબંધ-પુણ્ય-પાપને અભાવ થયે; અને સંવર-નિર્જરા–મોક્ષપર્યાય પ્રગટીને અભેદમાં આવી. એટલે અભેદ અનુભવમાં એક શુદ્ધ જીવ જ રહ્યો. અચેતનથી જુદો, વિભાવથી જુદો ને એક સમયની પર્યાય એટલે નહિ, –એવો સચેતન, શુદ્ધ, પરિપૂર્ણ આત્મા પરમાર્થ છે; તે પરમાર્થના અનુભવમાં અજીવ બહાર રહી જાય છે, પુણ્ય-પાપ-આસવ-બંધની ઉત્પત્તિ અટકી જાય છે ને સંવર-નિર્જરા એક્ષપર્યાયના ભેદ ત્યાં રહેતા નથી. આવો પરમાર્થ આત્માને અનુભવ તે સાર છે, તેનાથી ઊંચું બીજું કાંઈ નથી; આવા આત્માના અનુભવ વડે જ મુનિવરો શીઘ્ર ભવપાર કરીને મોક્ષપુરીમાં પહોંચી જાય છે.
નિશ્ચયદષ્ટિમાં અભેદરૂપ શુદ્ધ આત્મા એક જ દેખાય છે, તેમાં અજીવ દેખાતું નથી કે નવ તત્ત્વના ભેદ દેખાતા નથી, એટલે કે વ્યવહાર જ દેખાતો નથી, સારભૂત એક પરમાર્થતત્ત્વ જ દેખવામાં-અનુભવમાં આવે છે ને એ જ ભગવાનના સર્વ ઉપદેશનો સાર છે. ભવથી ભયભીત જીવે મોક્ષને માટે એ જ કરવાનું છે.
અહે, મારો આત્મા સર્વજ્ઞ-સ્વભાવી.એમ જાણતાં જ જીવને મહા આનંદ થાય છે....માટે મહા પ્રયત્નપૂર્વક તેમાં ઉપગ જોડીને તેને સ્વય બનાવ. શરીરાદિ બાહ્ય પદાર્થોને તે જાણ્યા, પણ હવે અંતરમાં રહેલા પિતાના પરમાત્મતત્વને જાણ..એટલે તું જરૂર મોક્ષ પામીશ.
વાહઅંદર ચૈતન્યના સ્વાનુભવની મસ્તીમાં ઝૂલતા મુનિવરની આ વાણી છે; આનંદના જાત અનુભવસહિતની આ વાણી છે; પિતે જે કર્યું તે ભવ્યજીવોને બતાવે છે. આત્માના હિત માટેનું આ સંબોધન છે.
છ દ્રવ્ય કે નવતત્વને જાણીને તેમાંથી ચેતન ચેતન? તે હું–એમ પિતામાં સ્વાદમાં આવતા ચૈતન્યમાત્ર સ્વાદરૂપે આત્માને અનુભવમાં લે તે મેક્ષને ઉપાય છે.
(૩૫-૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org