________________
૮૬ ]
| ચેાગસાર–પ્રવચન : ૩૮-૩૯
હું જીવ ! તું માક્ષને ચાહતા હૈ તા જીવ–અજીવનું ભેદજ્ઞાન કરીને...કેવળજ્ઞાનસ્વભાવી આમાને જાણુ
जीवाजीवहं भेउ जो जाणइ ति जाणियउ । मक्खहं कारणं एउ भणइ जोइ जोइहिं भणितं ||३८||
केवलणाण - सहाउ सो अप्पा मुणि जीव तुहुँ । जइ चाहहि सिवलाहु भणइ जोइ जोइहिं भणिउं ||३६|| જીવ અજીવના ભેદનુ જ્ઞાન તે જ છે જ્ઞાન; કહે યાગીજન યાગી હે, મેાક્ષહેતુ એ જાણુ. (૩૮)
યાગી કહે રે જીવ! તું જે ચાહે શિવલાભ: કેવળજ્ઞાનરવભાવી આ આત્મતત્ત્વને જાણ. (૨૯)
જીએ, ફરી ફરીને ભેદજ્ઞાનની ને આત્મસ્વભાવની વાત છૂટાવે છે. ચૈાગીજના કહે છે કે હૈ યેાગી! હે આત્માના સાધક ! જેણે જીવ અને અજીવના ભેદ જાણ્યા તેણે મેાક્ષનું કારણ જાણી લીધું. જીવ કેવા છે ? કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે તેને જ તું જીવ જાણુ. જો શિવલાભ ચાહતા હૈ। તે આવા જીવને તું જાણુ ! એમ ચેાગીશ્વરા કહે છે.
જેણે બધાય અજીવથી જુદા શુદ્ધ જીવને, સર્વજ્ઞસ્વભાવી જીવને, જાણી લીધે, તેણે મેાક્ષને માટે જાણવાયેાગ્ય બધુંય જાણી લીધુ.. જીવ-અજીવના ભેદજ્ઞાનમાં મેક્ષમાગ સમાઈ જાય છે. સંસારમાં અજીવનેા સંબધ છે ને મેક્ષમાં શુદ્ધ જીવ એકલે છે. ‘ જ્ઞ-સ્વભાવી... જ્ઞાયક આત્મા તે હું છું' એમ જે અનુભવે છે, તે મેાક્ષને પામે છે.
Jain Education International
સર્વથા અજીત્રના સંબધ વગરના એકલા શુદ્ધજીવને લક્ષમાં લ્યે....ત્યાં તે સજ્ઞસ્વભાવી જ દેખાય છે, રાગને કોઈ અશ તેમાં રહી શકતા નથી, એટલે આત્મા અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે, કેમકે એક આત્મામાં સર્વજ્ઞતા અને રાગ એકસાથે રહી શકતા નથી. જો જ્ઞાન સાથે રાગના કોઈ અંશને ભેળવે તે સજ્ઞપણું સાબિત થઈ શકે નહિ. એટલે શુદ્ધજીવ જ સાબિત ન થાય. જ્ઞાન અને રાગને સČથા જુદા પાડો તે જ સનસ્વભાવી શુદ્ધજીવ લક્ષમાં આવી શકે.
જુએ, આ ભેદજ્ઞાન ! જીવ–અજીવનું ભેદજ્ઞાન કરનારુ જ્ઞાન, અંદર ઠેઠ સજ્ઞસ્વભાવ સુધી પહોંચી જાય છે...ને તે સ્વભાવના અવલંબને કેવળજ્ઞાન પ્રગટ કરીને મેક્ષને સાધી લ્યે છે. તેથી યેગીન્દ્રો કહે છે કે હે જીવ! જો તમે મેાક્ષલાભ ચાહતા હો તે જીવ—અજીવનું ભેદજ્ઞાન કરીને આ સજ્ઞસ્વભાવી આત્માને જાણા....અનુભવે....ધ્યાવા
For Private & Personal Use Only
www.jainelibrary.org