________________
૬૮]
[ ગસાર-પ્રવચન : ૨૩-૨૪ આત્મા “નિશ્ચયથી એટલે ત્રણે કાળે એકરૂપ’ અસંખ્ય પ્રદેશ છે, અને વ્યવહારથી એટલે તે –તે કાળની અનેકરૂપ” પર્યાયમાં દેહપ્રમાણ હોય છે. “દેહપ્રમાણ” કહ્યો પણ કાંઈ દેહમાં આત્મા નથી, આત્મા તો દેહથી ભિન્ન ચૈિતન્યભાવમાં છે. દેહના જડ ઢીંગલાને ન દેખ; દેહના આઝલ દૂર કરીને જે-તે અંદર અતિ સુંદર ચૈતન્ય –પરમાત્મા બિરાજે છે. એકવાર કુતું હલ કરીને તેને દેખ તે ખરો. [૧ ધનુષ એટલે ત્રણ મીટર ] પાંચસે ધનુષને મેટો જીવ હોય કે એક ધનુષને હોય, સ્વાનુભવમાં તે બંનેને એક સરખે જ આત્મા આવે છે; કાંઈ પાંચસે ધનુષવાળાને વધારે આનંદ આવે ને એક ધનુષવાળાને ઓછો આનંદ આવે –એમ નથી. અને પાંચસે ધનુષમાં વ્યાપે કે એક ધનુષમાં વ્યાપે –બંનેનું અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્ર તે સરખું જ છે. જેના અસખ્યપ્રદેશરૂપ ચૈતન્યખેતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આનંદ પાકે, સિદ્ધપદનાં પાક પાકે, “પરમાત્મા” નું ઝાડ પાકે, –જેમાં “પરમાત્મા ” નું ઉત્પાદન થાય એવો આ આત્મા છે....આવા આત્માને જાણીને તું અનુદિન એને ભાવ તે શીધ્ર નિર્વાણને પામીશ. તે આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં ને અનંતગુણમાં સર્વવ્યાપક છે, પણ બહારના ક્ષેત્રમાં તે સર્વવ્યાપક નથી, પરમાં વ્યાપક નથી. દેહપ્રમાણ પિતાના અસંખ્ય પ્રદેશમાં જ તેના અસ્તિત્વની પૂર્ણતા છે. એટલે તેને જાણવા-અનુભવવા માટે કે તેનું ધ્યાન કરવા માટે બહાર નજર લંબાવવી નથી પડતી, પણ નજરને અંદર સંકેલીને અહીં આટલામાં (દેહની અંદર) જ તેનું જ્ઞાન–ધ્યાન થાય છે. પિતાના અસંખ્ય પ્રદેશમાં બેઠો બેઠો અનંત પદાર્થોને તેમજ અનંતક્ષેત્રને જાણ ત્યે એ તેને અચિંત્ય સ્વભાવ છે. પોતે ઓછા ક્ષેત્રમાં રહેલે તેથી ઓછું જાણે–એવું કાંઈ નથી. થોડા ક્ષેત્રમાં પણ અનંત જ્ઞાન ને અનંત સુખ ભરેલું છે.--આવા આત્માનું જ્ઞાન-ધ્યાન કરે તે શીવ્ર નિવણને પામશે.
શ્રી યેગીન્દુ મુનિરાજે, ભવને અભાવ કરવાની ને “શીઘ્ર” નિર્વાણ પામવાની વાત વારંવાર કરી છે. જે સમજતાં સ્વભાવની પ્રાપ્તિ થાય ને અલ્પકાળમાં જ ભવન અંત થાય એવી આ વાત છે. પરમાત્મતત્ત્વની ભાવના આમાં વારંવાર ઘૂંટાય છે. બાપુ! આ સંસારના દુઃખોથી છૂટવા આવી ભાવના કરવા જેવી છે.
જીવ સંકેચાઈને કીડી કરતાંય નાના શરીરમાં રહે છે વિસ્તરીને હાથી કરતાંય મોટા શરીરમાં રહે, પણ તેના પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી, તેમજ પ્રદેશ નાના-મોટા થતા નથી; પ્રદેશની પરસ્પર અવગાહનામાં સંકેચ –વિસ્તાર (વધુ ગીચતા કે ઓછી ગીચતા) થઈને નાનો-મોટો આકાર થાય છે. તેમાં નાનામાં નાને આકાર અંગુલના અસંખ્યાતમા ભાગને, તુચ્છ જીવને હેય છે; અને મેટામાં મોટો આકાર આખા લેકમાં વ્યાપક, કેવળીભગવાનને સમુદ્રઘાત વખતે માત્ર એક સમય પૂરતો હોય છે. મેક્ષમાં પણ દરેક સિદ્ધજીવને પોતપોતાને સ્વતંત્ર આકાર હોય છે, અને તે સદાય એકસરખે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org