________________
[ ૭૩
આત્મસંબંધન
તારો આત્મા જ તારો ધ્યેય जो तइलोयहं झेउ जिणु सो अप्पा निरु वत्त । णिच्छय-ण. एमइ भणिउ एहउ जाणि णिभंतु ।। २८ ।। ધ્યાનોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ: નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં બ્રાતિ ન આણ. ૨૮.
- મ
કર :
ત્રણલોકના ધ્યેયરૂપ, એટલે કે ત્રણલેકમાં શ્રેષ્ઠ એવા જે જિન છે તે નિશ્ચયથી આત્મા જ છે, –નિશ્ચયનય આમ કહે છે, તેને હે જીવ! તું બ્રાન્તિ વગર જાણ. અંતર્મુખ થઈને પોતાના આત્માને જ ધ્યેય બનાવ.
પરમપદને પામેલા પરમાત્મા જિનદેવ તે જગતના જીને ધ્યેયરૂપ છે; પરંતુ તેમનુંય પરમાર્થ સ્વરૂપ ત્યારે જ જાણી શકાય છે કે જીવ જ્યારે સ્વસમ્મુખ થઈને પિતાને શુદ્ધ આત્માને દેખે; એટલે નિશ્ચયથી ધ્યાનને ધ્યેય પિતાને શુદ્ધ આત્મા જ છે, અને તે જિનવર જેવો જ છે.–“જિનવર ને નિજ આત્મમાં કિંચિત્ ભેદ ન જાણ.' જીવનના અંતિમ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે –
ઈ છે જે યોગીજન અનંત સૌખ્યસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી નિજસ્વરૂપ, ગીજનો અનંતસુખસ્વરૂપ એવા જે સર્વજ્ઞ-જિનપદને ઈચ્છે છે તે મૂળભૂત શુદ્ધ આત્મપદ જ છે. શુદ્ધ આત્મપદને ધ્યાવતાં તે પોતે જિન બની જાય છે. માટે જીવ! પરમાર્થ જિન એવા પોતાના આત્મસ્વભાવમાં જ અંતર્મુખ થઈને તેનું ધ્યાન કર...તેને જ બેય બનાવ. નિશ્ચયથી ધ્યેય અને ધ્યાતા બંને તું જ છે.
આ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org