________________
[ ગસાર-પ્રવચન : ર૯-૩૦-૩૨ ચૈતન્યભંડાર પિતાને આત્મા, તેની સન્મુખ થઈને તેને ન દેખે તે તેને પણ મોક્ષના કારણરૂપ જ્ઞાન થતું નથી ને સંસારમણ મટતું નથી.
અરે જીવ! રાગની ક્રિયાઓ ગમે તેટલી હોય તે પુણ્યકર્મના બંધનું કારણ થશે, ને પુણ્ય તે સંસારનું જ કારણ થશે, “મેક્ષનું ” નહીં. મોક્ષનું કારણ તે વીતરાગી ક્રિયારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, -એમ તું જાણ. પુણ્યની દિશા પર તરફની છે, ને ધર્મની દિશા અંતર્મુખ સ્વતરફની છે. બહિર્મુખભા અંતર્મુખ ભાવમાં જરાય મદદકર્તા નથી. અતીન્દ્રિય સુખથી ભરેલો શાશ્વત આ આત્મા, તેના અનુભવ સિવાયના રાગાદિ બીજા કેઈ ભાવે મેક્ષમાં જરાય મદદગાર થતા નથી.
પ્રશ્ન:--શુભરાગ તે પગથિયું તે છે?
ઉત્તર –હા, તે પગથિયું છે–પણ તેનું ? સંસારનું; મોક્ષનું નહિ. જેમ મેડી ઉપર જવા માટે ભેયરના પગથિયા મદદ ન કરે, તેના પગથિયા જુદા હોય. તેમ મેક્ષમાં ચડવા માટે સ્વસમુખને વીતરાગી પગથિયા છે, ને પુણ્ય-રાગ તો સંસારના ભેંયરામાં ઊતરવાના પરસમ્મુખી પગથિયા છે, ઊંચે મેક્ષમહેલમાં ચડવા તે પગથિયાં કામ ન આવે, મદદ પણ ન કરે તેને માટે તે સ્વાનુભવની સીડી જોઈએ. (મોક્ષ મદ ઘરથમ સીદી.. સમ્યગ્દર્શન છે.)
જુઓ, પાપને તે સંસાર બધાય કહે છે, પરંતુ પુણ્ય પણ સંસાર છે –તે વાત જૈનશાસનમાં જ્ઞાનીએ જ સમજાવે છે, અને જે જીવ રાગથી જુદા ચૈતન્યતત્તવને લક્ષમાં યે તેને જ આ વાત સમજાય છે, પછી તે જીવ શુભરાગને ધર્મ માનતા નથી. –જ્ઞાનમાં આવી સમજણ થવી તે મોક્ષનું પગથિયું છે. રાગ તે મોક્ષમાર્ગનું પગથિયું નથી, તે તે મોક્ષમાર્ગને કાંટો છે (શલ્ય છે), તેને કાઢીશ ત્યારે મોક્ષ પામીશ. આતમરામના અનુભવથી મેક્ષ પમાય છે, માટે તેની સન્મુખ થા. સ્વયમાં એકાગ્ર થતાં મહાન આનંદસાગર ઉલસે છે ને શીધ્ર મોક્ષ પમાય છે – એમ જિનનાથે કહ્યું છે.
એક શ્રોતા : રાગથી એક મોક્ષ ન મળે, બીજું તે બધું મળે ને?
ગ્રદેવ : અરે ભાઈ, મેક્ષ એટલે આત્માની શાંતિ ! તે ન મળે તે...બીજા એટલે દુઃખ તે મળે..અશાંતિના ઢગલા મળે. દેવલેકમાંય દુઃખ ને અશાંતિ છે. અરે, આત્મશાંતિ વગરના ચારગતિનાં દુઃખ, તેનાથી ભયભીત થઈને છૂટવું હોય, તેને માટે આ ઉપદેશ છે. જ્યાં સુધી એક પરમ શુદ્ધભાવરૂપ આત્માને જીવ ન અનુભવે ત્યાંસુધી તે મોક્ષને પામતું નથી એટલે કે શાંતિ પામતો નથી, દુઃખ જ પામે છે.
જ્યારે જીવ પિતાના પરમ શુદ્ધ સ્વભાવને જાણે છે–અનુભવે છે અને પછી ચારિત્રપૂર્વક તેમાં એકાગ્ર થાય છે ત્યારે તે શીધ્ર એક્ષસુખને પામે છે. આત્મજ્ઞાની જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org