________________
૭૮ ]
[ સાર–પ્રવચન : ૨૯-૩૦-૩૧ સમ્યગ્દષ્ટિનેય શુભરાગ મોક્ષનું કારણ નથી તો અજ્ઞાનીના રાગની શી ગણતરી? જેમ એકડાં વગરનું મીંડું –તે એક હોય કે અનંત હોય તેની કાંઈ જ કિંમત નથી, તેમ સમ્યગ્દર્શનરૂપી એકડા વગરના, શૂન્ય જેવા જે શુભરાગ –તે એકવાર કરે કે અનંતવાર કરે, મેક્ષમાર્ગમાં તેની કાંઈ કિંમત નથી, તેનાથી જરીયે મોક્ષમાર્ગ પમાને નથી. તે રાગાદિક તે પરદ્રવ્યને આશ્રિત અશુદ્ધભાવ છે, તેનાથી તે સંસારરૂપ દુર્ગતિ થાય છે, મોક્ષરૂપ સુગતિ–ઉત્તમગતિ તે શુદ્ધ સ્વદ્રવ્યને આશ્રિત શુદ્ધ-વીતરાગભાવથી જ પમાય છે. ત્રણેકાળે આ એક સ્વદ્રવ્ય આશ્રિત જ પરમાર્થને માર્ગ છે, બીજો માર્ગ નથી, -એમ ભગવાને કહ્યું છે.
[ ૨૯-૩૦-૩૧ ]
000
S
A
વીર સર્વદમન બહાદુરીપૂર્વક સિંહણના બચ્ચાને તેડીને સિંહણનું મોટું ખેલીને તેના દાંત ગણે છે, તેમ શૂરવીર મુમુક્ષુ મેહકર્મનું મેટું ફાડીને પોતાના ચૈતન્યપરમેશ્વરને દેખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org