________________
૮૦ ]
[ યોગસાર-પ્રવચન : ૩૩-૩૪ તરીકે નથી; મોક્ષનું કારણ તે પુણ્ય-પાપ બંનેથી રહિત શુદ્ધ-આત્માના શ્રદ્ધા-જ્ઞાનઅનુભવરૂપ છે, એમ હે જીવ! તું જાણ. [ હવે બે દેહામાં, પુણ્ય-પાપ વગરનો એક જ મોક્ષમાર્ગ છે તેની પુષ્ટિ કરશે. ] કર.
-oooપરભાવ છાડ...આત્મભાવ કર...ને શિવપુર જા.
वउ-तउ-संजमु-सील जिया इउ सव्वई ववहारु । मोक्खवहं कारणु एकु मुणि जो तइलोयहं सारु ।।३३।। अप्पा अप्पई जो मुगइ जो पर भाउ चएइ । सो पावइ सिवपरी-गमणु जिरणवरु एम भणेइ ।।३४॥ વ્રત–તપ–સંયમશીલ જે તે સઘળાં વ્યવહાર શિકારણ છ એક છે ત્રિલોકને જે સાર. ( ૩ ) આત્મભાવથી આત્માને જાણે. તજી પર નાવ,
જિનવર ભા–જીવ તે આચળ શિવપુર જય (૪) જુઓ, મોક્ષનું કારણ એક જ..શું ? –કે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એવા આત્માને આત્મભાવથી જાણ ને પરભાવને છેડ...તે જ એક મેક્ષકારણ છે, અને ત્રણભુવનમાં તે સારરૂપ છે. “તીન મુવનમેં સાર...વતના વિજ્ઞાનતા?’ એ સિવાય વ્રત-તપ-સંયમ કે શીલ વગેરેમાં શુભરાગરૂપ જે વ્યવહાર છે, તે કાંઈ સારરૂપ નથી, તે ખરેખર મોક્ષનું કારણ નથી –એમ હે જીવ! તું જાણ. એ પરભાવોને છોડીશ તે તું શિવપુરીમાં જઈશ -એમ જિનવરદેવ કહે છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ તે એક જ મોક્ષનું કારણ છે; મેક્ષનાં કારણ એ નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે વિનય, સ્વાધ્યાય, તત્વવિચાર, વ્રત વગેરેમાં જે શુભરાગ હોય તે મેક્ષનું કારણ નથી, –સમ્યગ્દષ્ટિનેય તે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ કહો કે “યેગ..સાર” કહો, –“સારભૂત ગ” એટલે કે આત્મમાં જોડાણરૂપ શુદ્ધ–ઉપયોગ, તે એક જ મોક્ષનું કારણ છે.
જેવું કાર્ય શુદ્ધ છે તેવું તેનું કારણ પણ શુદ્ધ છે. રાગ તે મલિન-બંધભાવ છે, તે મોક્ષનું કારણ નથી. વીતરાગતા જ મોક્ષકારણ છે. સાધ્ય નિર્મળ...સાધન પણ નિર્મળ,-બંને એક જાતના સારભૂત છે.
કઈ જીવ શુદ્ધરત્નત્રયને મોક્ષનું કારણ માને, શુભરાગને પણ મોક્ષનું કારણ માને, ને મન-વચન કાયાની ક્રિયાને પણ મોક્ષનું કારણ માને, એમ ત્રણ જાતનાં મેક્ષનાં કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org