________________
આત્મસંબોધન ]
[ ૭૯ જીવનાં ભાવાનું ફળ પુણ્યથી સ્વર્ગ; . પાપથી નરક;. બંનેથી રહિત આત્મજ્ઞાન વડે મોક્ષ
पुणिं पावइ सग्ग जीउ पावएं णरय-णिवासु । बे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ॥३२॥ પુણે પામે સ્વર્ગ જીવ, પાપે નરક-નિવાસ;
બે તજી જાણે આત્મને તે પાવે શિવ-વાસ. (૩૨) જીવ પુણ્યથી સ્વર્ગ પામે છે, પાપથી નરકમાં જાય છે, અને પુણ્ય–પાપ બંનેથી રહિત શુદ્ધ આત્માના જ્ઞાનવડે તે મોક્ષલાભને પામે છે. જેમ મેક્ષદશા પુણ્ય-પાપ બંનેથી જુદી છે તેમ મોક્ષના કારણરૂપ આત્મજ્ઞાન પણ પુણ્ય-પાપ બંનેથી જુદું, રાગ વગરનું શુદ્ધભાવરૂપ છે.
પુણ્યથી મોક્ષ મળે?.. ના પુણ્યથી સંસાર મળે. પાપથી નરકરૂપસંસાર, ને પુણ્યથી સ્વર્ગરૂપ સંસાર, -બંને સંસાર છે; –એક કાળી-ધૂળ, ને બીજી ઊજળી-ધૂળ; પુણ્યથી પૈસાના ઢગલા મળે કે દેવકનો ભવ મળે....તે ધૂળ-રજકણ છે કે બીજું કાંઈ? તે પામીને પણ અજ્ઞાની જીવ આખો દિ આકુળતાથી હેરાન-હેરાન થાય છે, પૌગલિક વિભવમાં મૂછથી દેવે પણ હેરાન-દુઃખી છે. જેને ચૈતન્યની ખબર નથી તેને ક્યાંય શાંતિ મળતી નથી.
- બાપુ! તારે તે સંસારથી છૂટવું છે ને! તે પુણ્યથી સ્વર્ગ–સંસાર ને પાપથી નરક-સંસાર, એ બંનેથી રહિત વીતરાગ આત્માને અનુભવ કરીશ તે જ તું મેક્ષ પામીશ ને સુખી થઈશ.
અરે, નરકના ઘેર–ભયંકર દુઃખની શી વાત! એનાથી ડરીને તું પાપને તે છોડને સ્વર્ગના ભવની પણ લાલચ ન કર...પુણ્યનેય ભલું ન માન; એને તે ભલું કેમ કહેવાય કે જે જીવને સંસારમાં પાડે! પુણ્ય પણ જીવને સંસારમાં જ લઈ જાય છે, કાંઈ મોક્ષમાં નથી લઈ જતું. પુણ્યના ફળમાં પુદ્ગલ મળશે, પરમાત્મા નહિ મળે. પરમાત્મપદને તીરસ્કાર કરનારા પુણ્ય-રાગને અજ્ઞાની જ સારો માને છે, જેણે રાગ વગરને ચૈતન્યસ્વાદ નથી ચાખે તે જ પુણ્યને સારા (મોક્ષમાર્ગ) માને છે, ને તેથી સંસારમાં રખડે છે. જ્ઞાની તે પુણ્ય કે પાપ બધાય રાગથી પાર શુદ્ધાત્માને અનુભવે છે ને મોક્ષસુખને પામે છે. પુણ્યથી “સ્વર્ગવાસ” થાય છે પણ શિવવાસ નથી થતું. શિવવાસ (મોક્ષ) તે તે પુણ્યને છોડીને જ થાય છે.
સાધકદશામાં પુણ્ય હોય છે પણ તે સંસારના કારણ તરીકે છે, મેક્ષના કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org