________________
૫૬ ]
[ ગસાર-પ્રવચન : ૧૯ જ તું છે. આ આત્માના શુદ્ધસ્વરૂપમાં ને જિનવરમાં કંઈ પણ ભેદ નથી એમ તું જાણ. એટલે ખરેખર જિનવરના શુદ્ધસ્વરૂપને ધ્યાવતાં પોતાના શુદ્ધાત્માનું જ સ્વરૂપ લક્ષમાં આવી જાય છે, તેના બળે વિકલ્પ તૂટીને નિવિકલ્પ શુદ્ધાત્માનું ધ્યાન થઈ જાય છે ને તે પરમપદના ધ્યાન વડે એક ક્ષણમાં જ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. માટે હે મુમુક્ષુ ! મોક્ષને માટે તું જિનવરસમાન પોતાના શુદ્ધાત્માને જાણ, તેમાં જરા પણ ભેદ ન માન...વારંવાર તેનું ચિન્તનમનન ને ધ્યાન કર. પર્યાયમાં ફેર છે પણ જિનસમરણપૂર્વક તું શુદ્ધસ્વભાવમાં લક્ષ જેડીશ ત્યાં પર્યાયને ફેર પણ ભાંગી જશે ને તું પિતે પરમાત્મા થઈ જઈશ.
જેમ લેકમાં ઉત્તમ પ્રસંગે સારા સગાં-વહાલાને યાદ છે, તેમ અહીં મોક્ષસાધક ધર્માત્મા, મોક્ષને સાધવાના ઉત્તમ પ્રસંગે શ્રેષ્ઠ સગાં-વહાલા એવા જિનવરદેવનું વારંવાર
સ્મરણ કરે છે, તેમના ગુણોનું ચિન્તન કરે છે. તેના વડે શુદ્ધાત્માના ઘણા સ્નેહને પુષ્ટ કરે છે ને રાગને તેડે છે. જેમ મુનિરાજ વગેરે મહાપુરુષ આંગણે પધારે ત્યાં ભક્તજન
પધારે, પ્રભુ! પધારે...મારા આંગણાને આપે ઊજળા કર્યા.” એમ આદર-ભક્તિથી તેમની સન્મુખ થાય છે, તે વખતે આડું-અવળું જોતું નથી કે બીજા કામમાં રોકાતે નથી, તેમ મેક્ષસાધક ધર્માત્મા પોતાના આંગણે જિનપ્રભુને પધરાવીને “જેવા જિન તે જ હું ? એમ લક્ષમાં લઈને અત્યંત આદર–પ્રીતિપૂર્વક વારંવાર તેના ચિન્તનમાં ચિત્તને જોડે છે, બહારના વ્યવહારકાર્યોમાં તે પોતાના ચિત્તને વધુ વખત રોકતા નથી. ચિદાનંદ પ્રભુ સિવાય બીજાના ચિન્તનમાં તેનું ચિત્ત લાગતું નથી. જેમ વહાલાએકના એક પુત્રને તેની બા અતિ વહાલથી યાદ કરે તેમ અત્યંત વહાલા પોતાના એક ચિત પ્રભુને પરમ પ્રીતિથી વારંવાર યાદ કરીને, તેમાં એકાગ્રતા વડે ધમ જીવ એક ક્ષણમાં મોક્ષને પ્રાપ્ત કરી લ્ય છે. રાગ સામે જેવા રોકાતા નથી, શુદ્ધભાવથી આત્માને ધ્યાવીને વીતરાગ થઈ જાય છે ને કેવળજ્ઞાન પામે છે.
ભાઈ પરમાત્મા થવા માટે તારે સ્વસમ્મુખ તારામાં જ જોવાનું છે, પરસન્મુખ જોવાનું નથી, કેમકે તારા સ્વભાવમાં જ તારું પરમાત્મપણું ભરેલું છે. જે સ્વભાવમાં ન હોય તે તે આવ્યું ક્યાંથી? અંદર ભર્યું છે તેમાંથી આવ્યું છે. જે પોતાના આવા આત્માને જાણે તે તેનું સ્મરણ-ચિંતન ને ધ્યાન કરે ને ? જાણ્યા વગર સ્મરણ કોનું ને ધ્યાન કેનું? માટે કહ્યું કે પહેલાં તે હેયાયેયનું જ્ઞાન કરીને શુદ્ધાત્માને જાણ. પછી તેના ધ્યાન વડે ક્ષણમાં મોક્ષ પમાશે.
શ્રી કુંદકુંદસ્વામીએ પણ પ્રવચનસાર ગા. ૮૦ માં કહ્યું છે કે પરમાર્થે અરિહંતના આત્મામાં ને આ આત્મામાં કાંઈ તફાવત નથી, તેથી અરિહંતદેવના આત્માના વીતરાગી _ચેતન્યસ્વરૂપને ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ પણ ઓળખાય છે, ને તેને ઓળખતાં મેહને ક્ષય થાય છે. પછી તેમાં જ એકાગ્રતાથી રાગ-દ્વેષને પણ ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org