________________
૬૪ ]
| ગસાર-પ્રવચન : ૨૧-૨૨ –આમ જૈનશાસનમાં બધા સંતોએ આત્માને “ભગવાન” તરીકે સંબોધન કર્યું છે. (એક શ્રોતા-) અમને આવડા મોટા શું કામ કરાવે છે?
ગુરુદેવ કહે છે: ભાઈ! તને મોટે ઠરાવીને ભગવાન બનાવે છે. કાંઈ તને મોટો ઠરાવીને સંતને તારી પાસેથી પૈસા નથી લેવા...ખરેખર તું જેવડો મોટો ભ...ગ....વા...ન છે તે બતાવીને તેને સંસારથી છોડાવવો છે. જે સંસારથી ભયભીત હોય ને જેને મોક્ષની લાલસા હોય તે જીવ પોતાને જિન સમાન જાણે...ઉત્સાહથી હા પાડે....
–જેમ રણે ચડેલા રજપૂતની શૂરવીરતા છાની ન રહે; તેમ મોહને જીતીને મોક્ષ લેવા જે જાગ્યો તે મુમુક્ષુની શૂરવીરતા છાની ન રહે...તેના આત્મામાથી પરમાત્મપણાના રણકાર ઊઠે કે “હું પરમાત્મા છું.”—એમ પરમાત્મપદના રણકાર કરે તે મેહને તેડીને મેક્ષને સાધે છે. રાંકે અને દીન થઈને મોક્ષ નથી સધાત. (-“દીન ભય પ્રભુ પદ જપે....મુક્તિ કહાંસે હેય?”) અહીં કહે છે કે “હે ભગવાન! તમારા જે પરમાત્મા છું....ને હમણાં પરમાત્મા થવાને છું.'-આવા આત્માને દેખો-જાણો– અનુભવો તે સિદ્ધાંતને સાર છે, એમાં જ આત્માની મોટાઈ–મહાનતા ને શોભા છે; રાગમાં–પુણ્યમાં આત્માની મેટાઈ કે શભા નથી. અરે પ્રભુ! શું તારે રાગવડે ભવું છે? નહીં રે નહીં, રાગથી તે તને કલંક છે; પરમાત્મપદ વડે જ તારી શોભા છે. જેવા પરમાત્મા અત્યારે વિદેહમાં ને મોક્ષમાં વિચરે છે તે જ પરમાત્મા તું છે.
ધર્મકાળ અહે વ ધર્મક્ષેત્ર વિદેહમાં,
વીસ–વીસ જહાં ગજે ધોરી–ધર્મપ્રવર્તકા. વિદેહક્ષેત્રમાં સદા ધર્મકાળ છે, ધર્મક્ષેત્ર છે, ધર્મધૂરંધર વીસ તીર્થકર ભગવંત ત્યાં સદાય વિચરે છે; તેઓ દિવ્યધ્વનિ વડે ધર્મને સ્રોત વહાવી રહ્યા છે તે ઝીલીને ગણધરે બાર અંગ રચે છે, તેમાં એમ કહ્યું છે કે હે જીવ! તું તારા આત્માને જિનવર જે જ જાણ. રાગ રાખવા માટે ભગવાનને ઉપદેશ નથી; પ્રભુ પ્રત્યેય રાગ તેડીને પ્રભુતા પ્રગટાવવા માટે પ્રભુને ઉપદેશ છે.
હે જીવ! તારી પ્રભુતા તારા કાને પડી....હવે તું સંગ વડે કે રાગાદિ ભાવ વડે બીજા પાસે મોટાઈ દેખાડવાને માયાચાર છેડી દે...પામરતા વડે તારી પ્રભુતાને પીખી ન નાંખ. પરભાવોને પડતા મૂકીને રાગ વગરના તારા સ્વભાવની પ્રભુતાને જાણ. તું પોતે જ અનંત મહિમાવંત મોટો ભગવાન છે.....પછી તારે કેની જરૂર છે? રાગ વડે પુણ્ય વડે કે બહારની પદવી વડે તારી મોટપ ન માનીશ; આત્માને પરમાત્મસ્વરૂપે જાણીને તેને ધ્યાવજે.
સ્વસમ્મુખ થઈને જ્યારે તું તારા પરમાત્મપણને સાક્ષાત્કાર કરીશ ત્યારે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org