________________
૬૨ ]
[ સાર-પ્રવચન : ૨૧-૨૨ સાર સમાઈ જાય છે. પુરાણોમાં મહાપુરુષના ચારિત્ર વડે પણ સિદ્ધાન્ત તે આ જ બતાવે છે. તીર્થંકર-ચક્રવર્તી વગેરે મોક્ષગામી પુરુષએ કઈ રીતે આત્માને સાથે?તે બધાયે પણ આત્માને પરમાત્મા જેવો પહેલાં ઓળખ્યો, ને તે સ્વભાવના ધ્યાન વડે વીતરાગ થઈને મિક્ષને સા–એમ પ્રથમાનુગમાં દષ્ટાન્ત વડે બતાવ્યું છે.
કરણાનયોગમાં ગુણસ્થાન વગેરેના વર્ણન દ્વારા જીવના સૂક્ષ્મ પરિણામ તેમજ કર્મને સંબંધ વગેરે બતાવીને પણ, તેમાં રહેલે શુદ્ધ ચિદાનંદ આતમા બતાવવાને આશય છે, કર્મ સહિતપણું બતાવ્યું તે કર્મહિત થવા માટે બતાવ્યું છે, ક્રોધાદિ અશુદ્ધતાનું જ્ઞાન કરાવ્યું તે તેને અભાવ કરવા માટે છે, તેમાં અટકવા માટે નથી.
સર્વજ્ઞ વીતરાગ થયા પછી ભગવાનને ઉપદેશ નકળ્યો, તેમાં પરમાત્મતત્વની ભાવનાથી સર્વજ્ઞ–વીતરાગ થવાનું જ ઉપદેડ્યું છે. “બાપા એ પરમHT”—એવા અનુભવથી વીતરાગતા થાય તે જ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય છે....તે જ મોક્ષસુખને ઉપાય છે.
ચરણનુગમાં પણ રત્નત્રયની શુદ્ધતારૂપ વીતરાગી આચરણ કરવાનું જ ઉપદેશ્ય છે; ને દ્રવ્યાનુયેગમાં પણ સીધી શુદ્ધાત્માના સ્વાનુભવની વાત છે. જિનસિદ્ધાન્તના ચારે અનુગમાં કઈને કઈ પ્રકારે રાગ છેડાવીને વીતરાગતાનું જ પોષણ કર્યું છે, ક્યાંય પણ રાગને મોક્ષમાર્ગ નથી કહ્યો.
“જેવા જિન છે તે જ હું છું –એને સ્વીકારમાં વીતરાગી અભિપ્રાયનું કેટલું જેર છે! જ્યાં “જિન” જે આત્મા લક્ષમાં લીધે ત્યાં પછી રાગને કઈ પણ કણીયે તેમાં કેમ સમાય? એક ઝાટકે બધાય રાગને નિષેધ થઈ ગયે....રાગ અને શુદ્ધાત્માનું ભેદજ્ઞાન થઈ ગયું.-બારે અંગને સાર તેને જાણવામાં આવી ગયે. - વાહ, જિન કહે છે કે તું જિન છે....કેવી મધુરી વાત છે! સંતે તને
ભ...ગ....વા...ન’ કહીને સંબોધે છે. અત્યારે તે સંસારને સંકેલીને સિદ્ધપદને સાધવાના ટાણાં છે.
સંસારને અભાવ ને મેક્ષની ઉત્પત્તિ ક્યારે થાય?—કે પિતાના આત્માને ભગવાન સ્વરૂપે દેખે ત્યારે. માટે જેઓ સંસારથી ભયભીત હોય ને મેક્ષસુખની લાલસાવાળા હોય તેઓ અંતર્દષ્ટિથી પિતાના આત્માને જિનવર સમાન દેખો. બીજા બધા માયાચાર છોડે, બીજા કેઈ વિકલપ ન કરે. “હું પરમાત્મા છું'-એથી વિશેષ બીજું શું જોઈએ? પરમાત્મામાં માયાચાર કે? ને વિકપ કેવા?
ભાઈ તારી અંદર પરમાત્મવસ્તુ પડી છે તેની આ વાત છે. સિદ્ધનગરીમાં અનંત સિદ્ધ પરમાત્માના ટોળાં બિરાજે છે, તેમને અનંતગુણની જે મેક્ષ-સમૃદ્ધિ પ્રગટી છે તેવી જ સમૃદ્ધિ તારા આત્મામાં ભરેલી છે.....તેમાં તું નજર કર. બહારથી તારી નજરને સંકેલી લેને અંદરમાં જે. પરમાત્મા થયા તેમણે બહારથી બધો સંકેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org